________________
મૂળમાર્ગઉદ્ધાર : “મૂળ મારગ સાંભળો જિનને રે' ૬૧૭ કહેવાને વિષય-પ્રજન–અધિકારી આદિનું સૂચન કરી, આ જિનમાર્ગ તે શું? તેને પ્રસ્તાવ દર્શાવે છે–
જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ.મૂળ મારગ. જિન મારગ તે પરમાર્થ થી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ...મૂળ મારગ. ૩ લિંગ અને ભેદ જે વૃત્તના રે, બે દેશ કાળાદિ ભેદ...મૂળ મારગ. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ...મૂળ મારગ. ૪
જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધતા એકપણે અને અવિરુદ્ધ એવી હોય તે જ પર માર્થથી જિનમાર્ગ છે, એમ સિદ્ધાંતને વિષે બુધે-જ્ઞાનીએ કહ્યું છે. અર્થાત્ સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ આત્માનું સમ્યગદર્શન, શુદ્ધ આત્માનું સમ્યગજ્ઞાન, શુદ્ધ આત્માનું સમ્યફચારિત્ર-એ ત્રણેની અભેદ એકતા આત્મામાં પરિણમાવી ભગવાન શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષને પામ્યા. એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મચારિત્રની અભેદ એકતા સાધવી એ જિનને મૂળમાર્ગ છે. આમ આ જિનનો મૂળમાર્ગ તે કેવળ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે. પરમાર્થ – માર્ગ છે, નિશ્ચયમાર્ગ છે, ભાવમાગે છે; અંતરંગ માર્ગ છે, બહિરંગ માગ નથી. જે કોઈ સિદ્ધ ઘચા છે, થાય છે કે થશે તે આ જિનના મૂળ પરમાર્થમાગે પ્રયાણ કરીને જ—એમ સર્વ જ્ઞાની સહુનો પરમ નિશ્ચય છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક અખંડ ત્રિકાલાબાધિત મેક્ષમાર્ગ છે, એમ નિશ્ચલ નિશ્ચયસિદ્ધાંત સ્થિત છે. અને લિંગ–બાહ્યવેષ અને વ્રતના જે ભેદ છે તેને ભેદ તો દ્રવ્ય દેશ (ક્ષેત્ર) કાળ આદિ પ્રમાણે હોય છે, પણ આ જ્ઞાન-દર્શનચારિત્રની જે શુદ્ધતા છે, તે તો ત્રણે કાળમાં અભેદ જ છે, કોઈ પણ કાળમાં તેનો ભેદ પડતો જ નથી. અર્થાત સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ સાધન વડે શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી, શુદ્ધ આત્માને પ્રગટ કરવો, એ જ ભગવાન જિનેશ્વરને સનાતન સંપ્રદાય છે, તે જ જૈનધર્મ છે, તે જ જિનમાર્ગ છે. જે વાટે ભગવાન ઋષભદેવજી તર્યા તે જ વાટે ભગવાન મહાવીરદેવ તર્યા છે, તે જ વાટે અન્ય સર્વ કઈ મેક્ષગામી જીવ તરશે. આમ ત્રણે કાળમાં મોક્ષમાર્ગ એક અખંડ ને અભેદ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિને આશ્રીને બાહા લિંગ-વ્રત આદિમાં ભેદ પડે તે ભલે; પણ મૂળમાર્ગ–પરમાર્થમાગે તે ત્રણે કાળમાં એક જ છે. આમ પ્રસ્તાવના કરી આ જ્ઞાન-દર્શનાદિ શબ્દને સંક્ષેપમાં પરમાર્થ સંભળાવે છે–
હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને રે, સંક્ષેપ સુણે પરમાર્થ..મૂળ મારગ. 'જેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ...મૂળ મારગ. ૫
અહી મુમુક્ષુ ! તમે હવે જ્ઞાન-દર્શન-ચારિત્ર શબ્દને સંક્ષેપમાં પરમાર્થ સુણો – શ્રવણ કરો ! તેને વિશેષથી વિચારી જોતાં તમને ઉત્તમ એ આત્માર્થ સમજાશે. આ પરમાર્થ અત્ર સંક્ષેપમાં-ટૂંકામાં કહ્યો છે છતાં તે સંપૂર્ણ એ પરમ સારભૂત કહ્યો છે, એટલે તેમાં ઊંડું અવગાહન કરી-ઊંડા ઉતરીને વિશેષથી વિચારી જશે તો તમને ઉત્તમ–ઉત્કૃષ્ટ એ આત્માર્થ–આત્મકલ્યાણમાર્ગ સમજાશે–સમજાઈ જશે.
અ-૭૮