________________
પ્રકરણ પાંચમું:
ત્વરિત અભ્યાસ 'बालस्यापि रवेः पादाः पतन्त्युवरि भूभृताम् ।' આ જાતિસ્મરણજ્ઞાનના વૃત્તાન્ત પરથી સહજ સૂચિત થાય છે તેમ પૂર્વ જન્મમાં ઉપાજેલ અપૂર્વ જ્ઞાનસંસ્કારોની રત્નમંજૂષા લઈને જે આવ્યા હતા, એવા શ્રીમદ્રને આ જન્મમાં શિક્ષણ અભ્યાસ કેવા પ્રકારે ક્યારે ને કેટલો વખત થયે તે બા. શ્રીમદનું લકત્તર ચિત્ર ચરિત્ર આલેખવાનું હવે કમપ્રાપ્ત થાય છે. પૂર્વે અભ્યસ્ત કરેલ જ્ઞાનસંસ્કારનું બીજ શ્રીમદ્રના આત્મામાં ક્ષયોપશમ-લબ્ધિ શક્તિરૂપે પડેલું જ હતું, તેની વ્યક્તિ માટે માત્ર સ્વ૫ નિમિત્તની જરૂર હતી, તેમના દિવ્ય આત્માનું ઉપાદાન એટલું બધું બળવાન હતું કે સહજ માત્ર નિમિત્તકારણ મળતાં તેમના અદ્ભૂત પિશમને ઉત્તરોત્તર અંકુરાદિરૂપે આવિર્ભત થવામાં વાર ન લાગી; જે સંસ્કાર “અતિ અભ્યાસે” -ઘણા ઘણા અભ્યાસે “કાઈક”—કિંચિત્ માત્ર “થવો ઘટે–થવા યોગ્ય હોય, તે શ્રીમદને ર્વિના પરિશ્રમ—વિના પ્રયાસે–અનાયાસે સહજ લીલામાત્રમાં કુરી નિકળે. ખરેખર! પૂર્વે ભણેલાને ભણવાનું તે તો માત્ર ઔપચારિક વિધિરૂપ અને શિક્ષક માત્ર સાક્ષીરૂપ હોય, એની સાક્ષી શ્રીમદનું પરમ આશ્ચર્યકારક અદ્ભુત ચરિત્ર પૂરું પાડે છે. લોકોત્તર પુરુષોના ચિત્તને જાણવાને કેણ સમર્થ થાય છે? ઢોકોત્તરનાં તife if વિજ્ઞાસુમતિ?
લાડપાડમાં ઉછરેલા બાલ રાયચંદને સાત વર્ષની વયે પિતાજી રવજીભાઈ નિશાળે બેસાડવા લઈ ગયા, ભણાવવા માટે વવાણીઆની તાલુકા સ્કૂલમાં–ગામઠી નિશાળે લાવ્યા અને હેડ માસ્તરને વિજ્ઞપ્તિ કરી–માસ્તર સાહેબ ! આ મહારે એકનો એક પુત્ર છે, તેને બરાબર ભણાવજો. ભાઈસા'બ ! એને મારશો કે લડશે નહિં–આવી ખાસ ભલામણ કરી રવજીભાઈ ઘેર આવ્યા.
બાલ રાયચંદની અપૂર્વ મુખમુદ્રાએ માસ્તરના અંતરમાં કુદરતી પ્રેમ જગાડયો, અને તેમના હાથ નીચેના શિક્ષકને બોલાવીને તેમણે કહ્યું-લવજીભાઈ! આ બાળકને પ્રેમ રાખી ભણાવજે, જરા પણ લડશે કે મારશો નહિ. લવજીભાઈએ જાણ્યું કે આ સાહેબના કોઈ ખાસ સંબંધીને પુત્ર હશે તેથી આમ ભલામણ કરે છે. પછી તેમણે પિતાના કલાસમા-વર્ગમાં લઈ જઈ રાયચંદને પાસે બોલાવી પાટીમાં એકડે એકથી પાંચ સુધી આંકડા લખી આપ્યા અને કહ્યું-જા, રાયચંદ! ક્લાસમાં બેસી આ પાર્ટીમાં લખી આપેલા પાંચ આંકડા ઘુંટી લાવ. રાયચંદ તે પાટી લઈને ક્લાસમાં બેસી આંકડાઓ તરફ એક નજરથી જોઈને વિચારમગ્ન થયા અને તરત જ શિક્ષક પાસે આવી બોલ્યા- સાહેબ, આ તો મને આવડે છે.” એમ કહી પોતે લખી આપ્યા. શિક્ષકના મનમાં થયું કે ઘરમાં
* નિશાળે બેસાડવાને લગતી આ હકીકત થી જવલબહેનની નોંધને આધારે અત્રે સાભાર આપી છે.