SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાનની અલોકિક પરમાર્થ વ્યાખ્યા નિજસ્વભાવરૂપ છે. સ્વતન્તભૂત છે. નિરાવરણ છે. અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. (હા. ને. રૂ-૮). હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઇંદ્રિયોને સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, ચોગને અચલ કરી, ઉપગથી ઉપગની એક્તા કરવાથી કેવલજ્ઞાન થાય. (હા. નં. રૂ–).–આમ કેવલજ્ઞાનના ધ્યાનની ઊર્વ ભૂમિકામાં ઊડનારા આ માનસ-સરોવરના પરમહંસ રાજહંસે કેવલજ્ઞાનની કેવી અનુભવસિદ્ધ અલૌકિક પરમાર્થ વ્યાખ્યા પ્રકાશી છે! સર્વજ્ઞતત્વ પર કે અનુપમ દિવ્ય તત્વપ્રકાશ રેલાવ્યો છે! અને આ સર્વ પર કળશ ચઢાવતી ને કેવળજ્ઞાનનું તત્ત્વસર્વસ્વ સમર્પતી આત્મસિદ્ધિશાસ્ત્રની આ કેવલજ્ઞાનની ગુણગૌરવગાથા ગાતી અમર ગાથા તે જિનશાસન-ગગનાંગણમાં આ રાજચંદ્રની યાવચંદ્રદિવાકરી કેવી અમર કીર્તિગાથા ગાઈ રહી છે!— કેવળ નિજ સ્વભાવનું, અખંડ વત્તે જ્ઞાન કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.–શ્રી આત્મસિદ્ધિશાસ પ્રકરણ નેવાશીમું વીતરાગ દર્શન પ્રમાણુતાઃ પદ્દર્શન મીમાંસા પરમતવદષ્ટા શ્રીમદ્દ પ્રથમથી જ અસાધારણ ક્ષયોપશમ શક્તિસંપન્ન અતિશયવંત પુરુષ હેઈ, વદર્શનની તુલનાત્મક મીમાંસા તેમણે અસાધારણ કરી હતી. તેનું દિગદર્શન આપણે ધર્મમંથનકાળમાં તરવમંથન એ પ્રકરણમાં (૧૧) કર્યું હતું, અને તત્ત્વમંથનના અમૃતફળરૂપે વીતરાગદર્શનની પ્રમાણુતા શ્રીમદને કેવી હાડોહાડ વ્યાપી હતી, તેનું દર્શન આપણે દનપ્રભાવક મોક્ષમાળા અંગેના પ્રકરણમાં સવિસ્તર કર્યું હતું. આ તે તેમની મોક્ષમાળાના રચનાકાળની-સેળમાં સત્તરમા વર્ષની સ્થિતિ હતી, પણ પછી તે તે દર્શનની તત્વમીમાંસા જેમ જેમ સૂક્ષમતર બનતી ગઈ તેમ તેમ શ્રીમદની વીતરાગ દર્શનની પ્રમાણુતા અંગેની આત્મનિશ્ચયતા ઉત્તરોત્તર બળવત્તર બનતી ગઈ,ચાવત્ વજલેપ ગાઢ–પરમ અવગાઢ બની ગઈ. આમ પરમ આત્મદષ્ટા શ્રીમદૂનું વીતરાગદશન અંગેનું પરમાવગાઢ શ્રદ્ધાનરૂપ પરમાવગાઢ સમ્યગદશન પરમ પરાકાષ્ઠાને પામી ગયું,-એ આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથના વિવિધ પ્રકરણોમાં અમે સ્થળે સ્થળે યથાસ્થાને સપ્રમાણ બતાવી આપ્યું છે. પરમતત્વદષ્ટા શ્રીમદની આ અનન્ય પદનતત્ત્વમીમાંસા પ્રત્યે દષ્ટિપાત કરતાં આપણને એમની અનન્ય પરમ મધ્યસ્થ નિષ્પક્ષપાત દષ્ટિ એકદમ ઊડીને આંખે વળગે છે, અને જાવા જે રીતે, ન ઘવઃ પાgિ | સુમિત્ર થય, તજી, પબિ: I - મ-૭૬
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy