________________
૬૦૦
અધ્યાત્મ રાજચંદ્ર પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. (અં.૮૩૩). અહે! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ–અહતે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વદેવ–અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્ય એવા પરમકૃપાળુ સદ્દગુરુદેવ–આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તે.” (હાથને, રૂ. ૨૩). ઈત્યાદિ.
આમ આંધળો પણ દેખી શકે ને હેરે પણ સાંભળી શકે એવા બુલંદ નાદથી જગતમાં સર્વપ્નનો જયજયકાર ઉદ્દષનારા શ્રીમદની અનન્યસર્વજ્ઞ ભક્તિ દાખવનારા સેંકડો ઉલ્લેખ શ્રીમના વચનામૃતમાં સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે; છતાં કઈ તે કદાચ ન સમજી શકે તો તે તેની દષ્ટિને જ દેશ છે, બાકી જેના હૃદયમાં જ્ઞાનની દીવાળી પ્રગટી છે તે તે આ અલૌકિક વસ્તુ શીધ્ર સમજી જઈ આશ્ચર્યથી દિંગ થઈ જાય છે, અને અહો ભક્તિ! અહે ભક્તિ ! ધન્ય ભક્તિ ! ધન્ય ભક્તિના ઉદ્ગારો કાઢે છે.
આવા સર્વજ્ઞતત્વ પ્રત્યે આવા અનન્ય ભક્તિ દાખવનારા શ્રીમદે ઉપરમાં જ કેવલજ્ઞાનની પરમાર્થ વ્યાખ્યા સંબંધી સૂક્ષ્મતમ મીમાંસા કરી છે, તેની એર પુષ્ટિ કરનારા ઉલ્લેખ એમના બીજા અમૃતપત્રમાં પણ પ્રાપ્ત થાય છે. પત્રાંક ૭૧૦ માં શ્રીમદે આત્માના
સ્વરૂપનું સૂક્ષ્મતમ મીમાંસન કર્યું છે. તેમાં આ મહાનું સૂત્રો પ્રકાશતાં જણાવ્યું છે કે–“જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધાવવું. ૪૪ નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. ૪ કેવળ સ્વભાવપરિણમી જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન છે.” અર્થાત્ નિજ સ્વભાવ–આત્મસ્વભાવના જ્ઞાનમાં કેવળ”—માત્ર ઉપગે, કેવળ-માત્ર આત્મસ્વભાવના જ્ઞાનમાં જ ઉપયોગ તન્મયાકાર-તે કેવળજ્ઞાનમયાકારે-કેવળજ્ઞાનસ્વરૂપે, સહજ સ્વભાવે-કંઇપણ પ્રયાસ વગરના નિઃપ્રયાસ સહજ સ્વભાવભૂતપણે, નિર્વિકલ્પપણે- કેવલજ્ઞાન સિવાય બીજો કોઈ વિકલ્પ જ્યાં છે નહિં એવા વિકલ્પરહિતપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. કવી અદભત વિશદ વ્યાખ્યા છે! તેમજ પત્રાંક ૭૧૪માં પણ તે જ ભાવની વ્યાખ્યા પ્રકાશે છે સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન.’–સામાન્ય-વિશેષદશન-જ્ઞાનરૂપ ચૈતન્યાત્મ–ચૈતન્યાકાર–ચૈતન્યરૂપ દષ્ટિમાં “પરિ-સર્વથા “નિ—નિતાંત પણે આત્યંતિપણે સ્થિત–પરિનિષિત અર્થાત ચિતન્યમય કેવલ દર્શન-જ્ઞાનસ્વભાવમાં સર્વથા સુસ્થિત એવું શુદ્ધ કેવળજ્ઞાન.
અને શ્રીમદ્દના દિવ્ય આત્માના દર્પણ સમી હાથધમાં પણ સ્થળે સ્થળે આ કેવળજ્ઞાન સંબંધી અલૌકિક મૌલિક વિચારધારા દશ્ય થાય છે: “શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. (હાથનોંધ ૨-૩)
નમ કેવળજ્ઞાન. એક જ્ઞાન. સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ.