________________
પ્રાસ્તાવિક પરિચયપ્રસંગ
પક વિચાર થયે કે મને કઈ મહારોગ થયે હોય ને પિતાને જણાય કે થયેલા ઉપાયો બધા વ્યર્થ ગયા, હવે થોડી વારમાં દેહ છૂટી જશે, એમ નિશ્ચય થવા વખતે કઈ આવી કહે કે તું તારા મન વચન અને કાયા જીવિત સુધી મને સેંપી દે તો હું તને ઉગારૂં, તે તું શું કહે? એમ પિતાના મનથી પ્રશ્ન થયો ને પોતાના મનથી ઉત્તર થયે કે હા, સોંપી દઉં. આ વિચાર ને વિચારમાં તે શ્રીમદ્દ સમીપે આવ્યા ને પિતાને વિચાર દર્શાવ્યું. પૂજ્યશ્રીએ કહ્યું–સદ્ગુરુને મન વચન અને કાયા અર્પણ કરી દેવા જોઈએ. જે જીવ એક ભવ મડો માંડી વાળે તે અનંતા ભવ છૂટી જાય. (૫) એક વખત પૂજ્યશ્રી એ “અમે’ શબ્દના પ્રાગ બા. ખુલાસે કર્યો હતો કે અમે એટલે હું નહીં. “અ” એટલે નહિં, “મે એટલે હું, હું નહિ તે “અમે.” (૬) પદમશીભાઈએ પૂછયુંકેટલાક ધર્મ માની મૂર્તિ પૂજે છે, ને કેટલાક નથી પૂજતા, તેમાં કેણ વ્યાજબી છે ? પૂજ્યશ્રીએ કહ્યું–મૂર્તિપૂજક વ્યાજબી છે. (૭) પદમશીભાઈએ પૂછ્યું –શામાં ચમત્કારિક શક્તિઓ કહી છે તેને અનુભવ મને શી રીતે થાય? પૂજ્યશ્રીએ કહ્યું–તે જે પ્રકારે પ્રાપ્ત થાય તે રીતે વર્તે તે તમને અનુભવ થશે. જેમ દરછ કપડું કાપી શીવવાની ક્રિયા કરે છે, ત્યારે શિવેલું કપડું જુએ છે. ત્યાં સુધી તે પ્રકારે જોઈ શકતો નથી.
કેટલાક પ્રાસ્તાવિક બોધપ્રસંગેની નેંધ પણ પદમશીભાઈએ કરી છેઃ (૧) જ્યારે શેઠ નોકરને પગારે રાખે છે ત્યારે તે પગાર કરતાં તેની પાસેથી વધારે કામ લેવાની આશા રાખે છે, અને નોકર ગરીબ હોવાથી તેનામાં વેપાર કરવાની આવડત છતાં સંજોગોની ખામીને લીધે નોકરી કરે છે. જે શેઠની દૃષ્ટિ નોકર પાસેથી વધારે કામ લઈ ને મેળવવાની હોય, તો તે ગરીબ પાસેથી ભીખ માગનાર એ પામર ગણાય. પણ જે નોકર પ્રત્યે એવી ભાવના રાખે કે એ પણ મારા જેવું થાય ને તેને ઘટતી સહાય આપે, તેના ઉપર કામને બેજે હોય ત્યારે કામમાં મદદ કરે, વગેરે દયાની લાગણી હોય તો તે શેઠ (શ્રેષ્ઠ) પદને લાયક ગણાય. (૨) પૂજ્યશ્રીએ કહ્યું–આજે ચાંદીની પાટમાંથી કટકા કરતાં બે ઘાટીઓને જોયા. તેઓ એવા શાંત હતા અને ચોક્કસ હતા, કે છીણી પકડનાર અને ઘા મારનાર જરા ચૂકે તે છીણું પકડનારના હાથમાં લાગતાં વાર લાગે નહીં. એવા ઉપયોગ જે આત્મામાં રહે તો કલ્યાણ થઈ જાય. (૩) પૂજ્યશ્રીએ પ્રકાશ્ય–જે જે વસ્તુઓ, વ્યક્તિઓ, બાબતે જીવને કલ્યાણના કારણ થાય તે બધા “ઉપકરણ (ઉપકારકર્તા, પણ તે પરિગ્રહરૂપે જીવ સેવે તે તે બધા “અધિકરણ એટલે સંસાર વધારવાના હેતુ થાય. તેમ થતાં તે તરત તજવા
ગ્ય છે. (૪) પૂજ્યશ્રીએ અર્થ પ્રકાશ કર્યો–“નમુત્થણમાં જીવદયાણું છે તેને અર્થ જીવના દેવાવાળા એમ થાય છે. કેઈ અપેક્ષાએ જીવ ધર્મ નથી પામે ત્યાં સુધી જડ છે. (૫) ‘તરતમ જેગે રે તરતમ વાસનાને અર્થ-જ્યાં સુધી જીવ સ્વરૂપમાં નથી ત્યાંસુધી મન-વચન-કાયાની તારતમ્યતાથી તેવી વાસના સહિત કર્મ બંધ કરે છે. (૬) “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! સાચી રહો', એટલે પરવસ્તુ પ્રત્યે હે છે! મેહને લીધે તલ્લીન થઈ ક્ષણે ક્ષણે ભયંકર એવું–જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય