SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ અધ્યાત્મ રાજચંદ્ર અને ઉપયોગી એવા ભાવપ્રાણમાં–કાં મરણ કરે છે? (૭) પદમશીભાઈએ પ્રશ્ન કર્યોઇસ્પિતાલ ચાલુ કરનાર ને દુઃખીઓનાં દર્દો દૂર કરવાને હેતુ રાખેલ હશે તે પ્રમાણે થાય છે, છતાં તેમાંના નેકર લાલચને લીધે દરદીઓને સંતાપે, અભક્ષ્ય વસ્તુઓ વપરાય તેને ચાલુ કરનારને દેષ લાગે કે નહીં? તેના ઉત્તરમાં પૂજ્યશ્રીએ જણાવ્યું – હા, તેને અધ્યવસાય ઈસ્પિતાલ ચાલુ કરવાને થયે તે સાથે જ ભવિષ્યમાં સારી નરસી ક્રિયાઓ થવાની તેને બંધ તે પાડે છે,-નિમિત્ત ઉભું કરનાર તે છે માટે. (૮). પૂજ્યશ્રીનું શરીર માંદગીથી ઘણું કૃશ થઈ જતાં બેસવા–ઊઠવાની શક્તિ ન હતી, ત્યારે પણ પુસ્તકે પોતાના હાથે ઉથલાવી જોવાનું કરતા, ત્યારે કોઈ કોઈ ભાઈ કહેતા કે હવે આપે કાંઈ શ્રમ નહિં લેવું જોઈએ. તેના ઉત્તરમાં પૂજ્યશ્રી કહેતા કે—શરીર હથીયારરૂપ છે, માટે એનાથી જે જે સુકૃત્ય થઈ શકે તે કરી લેવું જોઈએ. બીજા એક કચ્છી ભાઈ નાનચંદભાઈ ભગવાનદાસ પૂનાવાળાને શ્રીમદ્દને દર્શનલાભ સં. ૧૯૫૪ના માગશર માસમાં પ્રથમ મુંબઈમાં થયું. તે વખતે તેમને ૨૫ વર્ષને પુત્ર હૃદયરોગથી ગૂજરી જતાં તેમના હૃદયને ભારે આઘાત લાગવાથી તેમને “અજ્ઞાનતાને લીધે ચિત્તને ભ્રમતા ઉત્પન્ન થાય તેવું લાગ્યું તેનું સમાધાન કરવા માટે કઈ પુરુષને મળવાને ઈરાદે હતું. તેમણે કલ્યાણજીભાઈ તથા ચંદ્રસૂરિ (શ્રી પૂજ) પાસેથી શ્રીમદ્દના અધ્યાત્મજ્ઞાન સંબંધી સાંભળ્યું હતું, એટલે મળવાની જિજ્ઞાસા થઈ. શોધતાં શોધતાં જે મકાનમાં તેઓ રહેતા હતા તે જ મકાનમાં નીચે જ રતનજી વીરજીના નામની દુકાન હતી, તે દુકાન શ્રીમદની જ છે અને ત્યાં શ્રીમદ્દ સાંજે દેઢ કલાક જ આવે છે એમ ખબર પડી. એટલે મળવાની ઈચ્છા જણાવતાં શ્રીમદે દાથી ૮ સુધીમાં મળવાનું જણાવ્યું. તે સમયે મળવાનું થયું. પ્રાસ્તાવિક વાત પછી ૫૫ વર્ષના વયેવૃદ્ધ નાનચંદભાઈ પાસે જ્ઞાનવૃદ્ધ શ્રીમદે “સુંદર વિલાસ” પુસ્તક લઈ બે ત્રણ લીટી વાંચી તેનું વિવેચન કરવા માંડયું. આ અંગે શ્રી નાનચંદભાઈના જે ભાવ સહજ ઉલ્લાસ પામ્યા તે તેમના આ સહજ સ્વયંભૂ ઉદ્ગારોમાં જ વ્યક્ત થાય છે ? તે વિવેચન કરવામાં મારા મનના જે કંઈ સંદેહ અને પૂછવાના ઉદ્ગાર હતા તે તે વખતે જ ખુલાસા થઈને સમાઈ ગયા. તે બાબત મારા મનથી પૂછવાનું કંઈ બાકી રહ્યું નહીં, અને જે અભિમાન હતું તે નષ્ટ થઈ ગયું. ૮ વાગ્યે ઊઠવાને ટાઈમ હતું તે રાતના બારથી એક થઈ ગયે, પણ તેની ખબર પડી નહીં. તે વિવેચન સાંભળવા આશરે ૫૦ માણસ બેઠેલા હતા. સાંભળનાર લોકોને એવું આશ્ચર્ય થયું કે ભાઈ (શ્રીમદુ) આઠ વાગ્યાથી વધારે વાર કદી બેસે નહીં અને આજે ભાઇને એવી લય લાગી છે કે એક વાગતા સુધી પણ કંઇ કંટાળો નહી આવતાં બેસી રહ્યાં, તે તમારા પૂર્ણ પૂણ્યાઈનું કામ છે. અમે આશરે ૫૦ જણ બેઠેલા, પણ સાત વાગ્યે ભાષણ શરૂ કર્યું તે છા કલાક ચાલ્યું. તેની અંદર સર્વ લેકે તેમના મોઢા સામું એકદમ જોઈ રહેતા, કોઈને કેક પણ ફેરવવાને વખત આવ્યે નહીં. છેવટમાં ઊઠતી વખતે મારા મનમાં જે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy