________________
પ્રાસ્તાવિક પરિચયપ્રસ ગા
૫૭
તેમ ફરી છૂપી રીતે તળાવે ગયા. ત્યાં પાળ ઉપરના એ શાખાવાળા બાવળ ઉપર ચડી જોયું તેા ખરેખર ચિતા મળતી હતી ને આજુબાજુ કેટલાક માણસા બેઠેલા જોયા. વિચાર કર્યા કે આવા માણસને અગ્નિમાં ખાળી દેવે એ કેટલી ક્રૂરતા ? આમ શુ કરવા થયું ? વગેરે વિચાર કરતાં પડદા ખસી ગયા. આટલું કહી તરત ઊભા થયા. પદમશીભાઇએ કહ્યુ સાહેબજી, એ વિષે હજી હું વધારે જાણવા માગુ છું. શ્રીમદે કહ્યુ—પછી શ્રી જુનાગઢના ગઢ જોચે ત્યારે ઘણા વધારેા થયેા. હવે ચાલેા.
એક રાત્રીએ અગ્યાર વાગ્યાના સુમારે પૂજ્યશ્રી (શ્રીમદ્જી) વ્યાખ્યાન આપી ઉચા, સાથે શ્રેાતાજન ઉચા. એટલામાં ભાઈ નાનચંદ ભગવાન પૂનાવાલા ખેાલ્યા —સાહેબજી, પેટી (જેમાં હીરા, મેાતી વગેરે વેપારના જથ્થાબંધ માલ હતેા) ખુલ્લી રહી જાય છે; તેમાં જોખમ હશે. પૂજ્યશ્રીએ કહ્યું—ત્યારે મેસેા. સ બેઠા. પછી નાનચ’દભાઈને પૂછ્યું—‘જોખમ’ શી રીતે ? નાનચંદભાઈએ કહ્યું—કીંમતી ચીજોને હું જોખમ સંજ્ઞા આપું છું ને તે ચેારાઇ જાય તેા જોખમ લાગે. પૂજ્યશ્રીએ કહ્યું—‘જોખમ’ શબ્દ તે જ્ઞાનીએ પણુ માને, પણ તે એવી રીતે કે જ્યાંસુધી એ છે ત્યાંસુધી જોખમ છે. માસાને રાગ થાય, ત્યારે પરૂ પાચ વગેરે થાય, તેમ આ ચીજો પૃથ્વીના રોગ છે, તેમાં જ્ઞાનીએ કદી મેાહ રાખે નહી.. એમ કહી પેટી અને દીવાનખાનું ખુલ્લાં મુકી પેાતે ગિરગામ ગયા ને ત્યાં બેઠેલા સવ પાતપેાતાને સ્થાને ગયા. પદમશીભાઇને એ વિષે રાત્રે ઘણા વિચારો થયા, જે કેમ થયું હશે? માટે બીજે દિવસે સવારે અગીયાર વાગ્યાને સુમારે શેઠ રેવાશંકર જગજીવનની કુાં.ની પેઢીએ જઇ પૂજ્યશ્રીને એ વિષે પૂછ્યું. પૂજ્યશ્રીએ કહ્યું—કાઇ ચીજ ચેારાઈ નથી. ભાઇ વનમાળીએ આપણા ગયા પછી અમારા ખીસામાંથી ચાવી શેાધી કાઢી પેટી બંધ કરી હતી. પદમશીભાઇએ પૂછ્યું——સાહેબજી, એ પેટીમાં કેટલી કિંમતને માલ હતા? પૂજયશ્રીએ કહ્યું—આશરે પચાશ હજાર રૂપીઆના.
તે વખતે ૧૯૫૫-૫૬માં ડૉ. હાફિકને ચાલુ ઘણી હિંસા કરી પ્લેગ અટકાવવાની રસી બનાવવા માંડી. કેટલાક આ જાહેર મેળાવડા કરી રસી નંખાવવા તૈયાર થયા. તેને પૂજ્યશ્રીએ રસી નહિં નખાવવા સૂચવ્યું, તેથી તે કામ કેટલેક દરજ્જે અટકયું. તે પછી એ રસી માંસની બનેલી છે, તે ઘણી હિંસાએ ખને છે, અને તે રસી નંખાવતાં પ્લેગ બહુ થાડે દરજ્જે અટકતા હાય તાપણુ બીજા ઘણા રોગે એ રસી નાંખવાથી થાય છે એમ મતાવી આપવા દરિયા સ્થાનમાં' એક જાહેર મેલાવડા કરવામાં આમ ત્રણનાં હૅન્ડખીલેમાં સભા મેાલાવનાર તરિકે ખીજા સાથે એક નામ પદમશીભાઇનું લખવું એમ પૂજ્યશ્રીએ સૂચવ્યું. પદમશીભાઈ એ કહ્યું—સાહેબજી, રસી નંખાવનારમાંના જાહેર શખ્સ (ક) એ મારા શેઠીઆએ ઉપર લૌકિક માટેા ઉપકાર કરેલ છે (જેની અંદર હું પણ આવી જાઉં છું.) એની વિરુદ્ધ મારે સભા મેલાવવી એ ચેાગ્ય નથી ધારતા. તેમ થશે તેા તે ઉલટા ચીડાઈ અમેને નુકશાનમાં ઉતારશે, માટે મારૂં નામ નહિ... હાય તે સારૂં, પૂજ્યશ્રીએ કહ્યું—તેણે લૌકિક ઉપકાર કરેલ છે તેના બદલે લૌકિક
અન૩