________________
પ૭૪
અધ્યાત્મ રાજચંદ્ર વળી ભણેલું બધું કલ્પિત ગણું પરિણામે ભૂલ્ય છૂટકે છે, તે પછી ભણવાની, ઉપદેશ શ્રવણની, શાસ્ત્રવાંચનાદિની શી જરૂર ?
શ્રીમદ્દ–“જ્ઞાન એહિ જ આતમા” એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહાર તે એ જ્ઞાન અવરાયેલું છે, તેને ઉઘાડ કરવાનું છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવચન આદિ સાધનરૂપ છે; પણ તે ભણવું, ગણવું, ઉપદેશ, શાસ્ત્ર આદિ સભ્ય જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે, અને સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. “હું જ્ઞાન છું, હું બ્રહ્મ છું' એમ પોકાચે જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સલ્લાઆદિ સેવવાં જોઈએ.
આમ મેરબીના સમાગમલાભના આ થડા નમૂનારૂપ બોધપ્રસંગે અત્ર ટાંક્યા છે. આ સમાગમલાભ પછી મનસુખભાઈને મુંબઈમાં ૧૯૬ના કાર્તિક માસમાં "શ્રીમદ્દ સમાગમલાભ મળે. આ ગ્રંથમાં “અંતર્યામીપણાના અનુભૂત પ્રસંગોના પ્રકરણમાં (૨૨)વર્ણવ્યું છે તેમ શ્રીમદ્દ સાથે પરમ પ્રેમભાવે જમવા વગેરેનું તથા વચનામૃતરૂપ પરમાર્થભેજન મળવાનું પણ થયું. એક દિવસ શ્રીમદ્દ સાથે જિનમંદિરે જવાને પરમ ધન્યલાભ પણ મળે. તે પ્રસંગનું તાદશ્ય વર્ણન કરતાં મનઃસુખભાઈ સેંધે છે કે–
બીજા જોઈવાડામાં શ્રી શાંતિનાથજીનું મંદિર. (શ્રીમદે) (૧) પ્રતિમા નિરખી છેટેથી વંદન કર્યું. (૨) ત્રણ વાર પંચાંગ પ્રણામ કર્યા. (૩) આનંદઘનજીનું પદ્મપ્રભુજીનું સ્તવન સુમધુર, ગંભીર, સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું. (૪) જિનપ્રતિમાનાં ચરણ તળાસ્યાં. (૫) એક નાની પંચરતિ ધાતુની જિનપ્રતિમા કાત્સર્ગ મુદ્રાની હાથમાં લીધી. આ પ્રતિમાને અંદરથી કોરી કાઢી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતા ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી. તાત્પર્ય–જીવ જૂદા જૂદા. સિદ્ધ થયા એટલે એકમેકમાં ભળવાપણું છતાં જૂદા જૂદા. (શ્રીમદે બતાવ્યું)-(૬) આ દિગંબરના મુક્તાગિરિ આદિ તીર્થોની છબીઓ છે. (૭) આ “ગોમધર' નામથી પ્રસિદ્ધ બાહુબળ સ્વામીની પ્રતિમા–છબી છે. બેંગલર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કેરી કાઢેલી સીત્તેર ફીટ ઉંચી આ ભવ્ય પ્રતિમા છે. નવમા સૈકામાં ચામુંડરાયે એ ભરાવી હતી. અડોલ ધ્યાને કાઉસગ્ગ મુદ્રાએ બાહુબલજી અનિમેષ નેત્રે ઉભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહ ભાવરહિત ધ્યાનસ્થ બાહુબલજીને ખબર નથી. કેવલ્ય ઉત્પન્ન થવા ગ્ય બધી સામગ્રી તયાર છે. જરા માનને અંકુરે નડ્યો છે. “વીરા મારા ગજ થકી ઉતરે–એ માનરૂપી ગજથી ઉતરવાના પિતાની બહેને બ્રાહ્મી-સુંદરીના શબ્દ કગોચર થતાં, સુવિચારે સજજ થઈ, માન મેડવા તૈયાર થતાં કેવલ્ય ઉપામ્યું. તે આ બાહુબલજીની ધ્યાનસ્થ મુદ્રા છે.
(જિનમંદિરને લગતી જ્ઞાનશાળામાં) શ્રી ગેમસાર લઈ તેને સ્વાધ્યાય કર્યો. તેમાં પ્રવેશ કરાવ્યું. શ્રી પાંડવપુરાણમાં પ્રદ્યુમ્નને અધિકાર વર્ણવ્યો. પ્રદ્યુમ્નનો વિરાગ્ય ગાયે. વાસુદેવે પૂર્વ ભવમાં સુરૂપ સંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી. ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપ સંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણું વિક્ષેપનું કારણ થયું.