________________
જાતિસ્મૃતિ ( જાતિસ્મરણજ્ઞાન )
२३
નામના એક રુષ્ટપુષ્ટ યુવાન હતા. તે ખાલ રાયચંદ પ્રત્યે બહુ પ્રેમથી વર્તતા. તે યુવાન અકસ્માત્ સર્પદ ંશથી મૃત્યુ પામ્યા. અમીચંદ ગૂજરી ગયા એવા શબ્દ રાજચન્દ્રે સાંભળ્યા. ‘ગૂજરી જવું' એ શબ્દ આ પ્રથમ વાર જ સાંભળ્યે હેાઈ ખાલ રાજચન્દ્રે દોડતા દોડતા આવીને ખલસુલભ મુગ્ધતાથી દાદા પચાણભાઈ ને પૂછ્યું—દાદા! ગૂજરી જવું તે શું ? ખાલક ગભરાશે એમ જાણી દાદાએ સીધા જવાબ ટાળતાં કહ્યું—જા ! ‘રાંઢા’( ખપેારના નાસ્તા ) કરી લે; પણ આ ખાલકે તેા ફ્રી ફી તે ને તે જ પ્રશ્ન આગ્રહથી પૂછવા માંડચો, એટલે છેવટે દાદાએ જવાબ આપ્યા—તે હવેથી મેાલશે નહિ, ખાશે નહિં, પીશે નહિં વગેરે. એમાંથી જીવ નિકળી ગયા છે એટલે એને મસાણમાં મળશે. એમ ગાળ ગાળ જવાખ આપ્યા. શ્રીમને એના જવાબથી સતાષ ન થયા. પછી તે મૃતકને સ્મશાનમાં લઈ ગયા. કુતૂહલવૃત્તિથી પ્રેરિત થઈ રાજચંદ્ર પાછળ પાછળ છાનામાના સ્મશાનભૂમિએ ગયા, ને ત્યાં તળાવના કાંઠે એ શાખાવાળા બાવળના ઝાડ પર બેસી નિરીક્ષણ કર્યું, તેા શબને ખાળવાની વિધિ ચાલી રહી હતી. પેાતાના પ્રીતિપાત્રને આવી રીતે ખાળી ન ખાતે જોતાં પ્રથમ તે એમને ધિક્કારની લાગણી થઈ કે આ લેાકેા તે કેવા ક્રૂર કે જે આવા સુંદર ને સારા માણસને ખાળી નાંખે છે! પછી આ પરથી શ્રીમને તત્ત્વના ઊહાપાહ થયા——આ શરીર તા એનું એ છે, એમાંથી ચાલ્યું ગયું શું? એ કયું તત્ત્વ છે? એમ વિચાર કરતાં કરતાં જ જાણે પડદો ખસી ગયા ને એમને પૂર્વ જન્મનું ભાન થયું. પછી આગળ જતાં તેમણે જૂનાગઢના ગઢ દીઠા ત્યારે પૂજન્માની એર વિશેષ સ્મૃતિ થઈ આવી હતી. એ હકીકત પણ નોંધાયેલી છે કે શ્રીમને (૯૦૦) પૂર્વ ભવાનું જ્ઞાન થયું હતું.
ઉપરોક્ત વસ્તુની પુષ્ટિમાં નિમ્નલિખિત હકીકત છે: એક કચ્છી ભાઈ પદમશી ઠાકરશી સ. ૧૯૪૨થી શ્રીમના સમાગમમાં આવેલા. તેમણે એક વખતે મુખઈમાં ભૂલેશ્વર શાકમારકીટ પાસેના દિગમ્બર મ ંદિરમાં શ્રીમને સીધા પ્રશ્ન પૂછ્યા હતા કે આપને જાતિસ્મરણજ્ઞાન છે એમ મે' સાંભળ્યું છે. તે ખરાખર છે ? શ્રીમદ્દજીએ કહ્યુંહા, એવું કાંઈક છે, તેના આધારે આમ હેવાયું છે. એમ કહી ઉક્ત અમીચંદના પ્રસંગનું જેમ ખન્યું હતું તેવું તાદૃશ્ય વર્ષોંન કરી દેખાડયું હતું; અને તે પછી જૂનાગઢના ગઢ દેખતાં તે જાતિસ્મરણનું એર વિશેષપણું થયું હતું એ પણ કહ્યું હતું. ખસ, આટલી સામાન્ય વાત કહી તેએ ઊભા થઈ ગયા હતા, પણ આથી વિશેષ સ્પષ્ટતા કરી ન હતી. બીજા એક કચ્છી ભાઈ કલ્યાણજીભાઈ ને શ્રીમદે શ્રીમુખે કહેલું કે ‘અમને આઠસે ભવનું જ્ઞાન છે. ” ખીમજીભાઇને શ્રીમદે પેાતાના પૂર્વ`ભવ સંબંધી સવિસ્તર કહેલું કે ‘તમારા તે અમારા ઉપર ઉપકાર છે.' આ ચરિત્રલેખકના પૂ. પિતાશ્રીએ ( સદ્. મનઃસુખભાઈ કિરંદ મહેતા) પણ એક વખત શ્રીમને સાક્ષાત્ સમાગમપ્રસંગમાં જાતિસ્મરણુ ખા. સીધા પ્રશ્ન કર્યાં હતા, ત્યારે શ્રીમદ્દે દૃઢતાથી અપૂર્વ આત્મનિશ્ચયથી જણાવ્યું હતું કે— જાતિસ્મૃતિ થઈ શકે છે, અવધિજ્ઞાન છે. ’ * આ પ્રમાણે શ્રી દામજીભાઈ એ નાંધેલી હકીકત અનુસાર ‘ જીવનકળા ’માં ઉલ્લેખેલ છે.
'