________________
અધ્યાત્મ રાજચંદ્ર
હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સુવા બેસવાની બધી વિદેહી દશા હતી, છતાં હાડ ગરીબ હતું. તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હેત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે. આમ જાણે ભાવિ કવિ-જીવનની આગાહી આપતી હોય એમ આ ચિત્રવિચિત્ર જગત્ સંબંધી નાનાપ્રકારની કલપનાના તરંગો કે તુરંગો તેના અંતરમાં ઊઠયા કરતા હતા! “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” તેમ જાણે ભાવિ આંતરશત્રુઓ પર વિજય વરવાની આગાહી આપતી હોય એમ રમતગમતમાં પણ વિજય વરવાની તેની ઉત્કટ ઈચ્છા હતી! જાણે ભાવિ મોક્ષમાર્ગના વિજયી નેતાને ધર્મ—રાજરાજેશ્વર બનવાની આગાહી કરતી હોય તેમ બાલક્રીડામાં પણ કેઈથી ગાવું ન જાય એવું અપ્રતિહત રાજરાજેશ્વર પદ પામવાની રાજચંદ્રની મહત્વાકાંક્ષા દર્શન દેતી હતી ! જાણે ભાવિ દેહ છતાં દેહાતીત વિદેહી દશાની આગાહી કરતી હોય એમ વસ્ત્રપરિધાનમાં, આહારપાનમાં, શયનાસનમાં અવધૂતની જેમ તેની વિદેહી દશા વર્તાતી હતી! જાણે ભાવિ નમ્રાતિનમ્ર પરમ નિર્માનીનિરહં-નિર્મમપણાની આગાહી કરતી હોય એમ તેની અંતરંગ માર્દવતાપૂર્ણ નરમાશ તેને કેમળ હદયની નૈસર્ગિક કુમાશ દાખવતી હતી!
પ્રકરણ ચોથું જાતિસ્મૃતિ (જાતિસ્મરણજ્ઞાન) બાલ્યાવસ્થા મહિં મરણ કો ભાળી સંવેગ રંગે,
જેને જાતિસ્મરણ ઉપવું પૂર્વ જન્મ જ દેખે.(સ્વરચિત) બાલ્યકાળમાં જ–લઘુવયમાં જ શ્રીમદને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું હતું એ સિદ્ધ હકીકત ( fact) છે. જેમાં પૂર્વ જન્મની કે પૂર્વજન્મની સ્મૃતિ થાય છે તે જાતિસ્મૃતિ અથવા જાતિસ્મરણજ્ઞાન કહેવાય છે. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના ભેદને એક પ્રકાર છે. જેને જાતિસ્મૃતિ થાય છે તેને પૂર્વભવ ગત રાત્રીના વૃત્તાંતની જેમ સ્મૃતિમાં આવે છે. રાત્રે શયન કરનારને પ્રાતઃકાળે ઊઠતાં આગલી રાતના બનાવની સ્મૃતિ જેમ તરત જ તાજી થઈ જાય છે, તેમ જાતિસ્મરણજ્ઞાનીને ભૂત ભવને ભાવ સ્મૃતિપટમાં આલેખાયેલ સ્વાનુભવગોચર થાય છે.
શ્રીમદને આ જન્મમાં જાતિસ્મરણનો પ્રથમ પ્રસંગે તેમની સાત વર્ષની વયે એટલે કે સં. ૧૯૩૧માં બનવા પામ્યો હતો. એમના જન્મસ્થાન વવાણીઆમાં અમીચંદ