________________
૫૫૪
અધ્યાત્મ રાજચંદ્ર આવી અપૂર્વ પુરુષાર્થ પ્રેરણાનું ભવ્ય ઉદ્દબોધન કરતા શ્રીમદે વર્તમાનમાં પ્રવર્તી રહેલા ત્રણ પ્રવાહમાંથી કોઈ પણ પ્રવાહમાં રખેને ન પડી જવાય એ અર્થે સાવચેત–સાવધાન રહેવા તે પ્રવાહનું સ્વરૂપ અત્ર પત્રમાં પ્રથમ જ દર્શાવી મુમુક્ષુઓને પ્રથમથી જ જાગૃત કરી દીધા છે. વર્તમાનકાળમાં મોક્ષમાર્ગની માન્યતા અંગે ત્રણ પ્રકારના અંતરપ્રવાહ (under-cuments) સમાજમાં વહી રહ્યા છે, અને તેને પિતપોતાની કલ્પના (imagination) પ્રમાણે જ મોક્ષમાર્ગ કલ્પી રહ્યા છે. આ કલ્પિત પ્રવાહમાં જાણ્યે-અજાણ્યે ન તણાઈ જવાય એ અર્થે શ્રીમદે આ પ્રવતી રહેલા ત્રણ પ્રવાહનું (Currents) નિgષ વિવેચન આ દુષમકાળ અંગેના સુપ્રસિદ્ધ અમૃતપત્રમાં સવિસ્તર કર્યું છે, અને તે સર્વ કાળના સર્વે મુમુક્ષુઓને વિષમ ભવસાગરમાં દીવાદાંડી સમું અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવું હોવાથી તેની અગ્ર સવિસ્તર વિચારણા કરશું.
તેમાં–પ્રથમ તો આ ત્રણ પ્રવાહને સામાન્ય નિર્દેશ કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે– “ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણમાં જીવે મોક્ષમાર્ગ કમ્યો છે, અથવા બાહકિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કો છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચી કથનમાત્ર અધ્યાત્મ પામી મેક્ષમાર્ગ કો છે. એમ કપાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તો તે માન્યતાને આગ્રહ આડે આવી પરમાર્થ પામવામાં થંભભૂત થાય છે.”–અત્રે “કલ છે' એ શબ્દથી આ ત્રણે પ્રવાહપ્રકાર કલ્પનારૂપ હોવાથી અસત્ છે એમ સૂચવ્યું છે: (૧) રસ વિનાની શેરડી જેમ શુષ્કસુક્કી ભાવસિવિનાની શુષ્ક ક્રિયાની જ જ્યાં પ્રધાનતા-મુખ્યતા છે એ મોક્ષમાર્ગની કલ્પનાને એક પ્રવાહપ્રકાર છે. (૨) એનાથી ઉલટ, બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ છે એવો મોક્ષમાર્ગની કલ્પનાને બીજો પ્રવાહપ્રકાર છે. (૩) સ્વમતિકલ્પનાઓ–પિતાની બુદ્ધિની કલ્પના પ્રમાણે સ્વચ્છેદે અધ્યાત્મગ્રંથ વાંચી કથનમાત્રકહેવામાત્ર-માત્ર વાચજ્ઞાનરૂપ અધ્યાત્મ પામી, મેક્ષમાર્ગ માન્ય છે એ મોક્ષમાર્ગની કલ્પનાને ત્રીજે પ્રવાહપ્રકાર છે. આવા ત્રણ પ્રવાહપ્રકારની કલ્પનારૂપ માન્યતા છે કરી લીધી છે, એટલે જ્યારે સત્સમાગમાદિથી સાચું જાણવાનો જોગ થાય છે ત્યારે તેમાં તે તે ખોટી માન્યતાને આગ્રહ વચ્ચે આડે આવી પરમાર્થ પ્રાપ્ત થવામાં થંભભૂત –થંભાવી દે એ આડો–આડા થાંભલા જે અંતરાયભૂત થાય છે.
આમ સામાન્ય નિર્દેશ કરી પ્રથમ પ્રકારનું વિવરણ કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે– જે જીવે શુષ્કક્રિયાપ્રધાનપણમાં મોક્ષમાર્ગ કપે છે, તે જેને તથારૂપ ઉપદેશનું પિષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તે તેમણે વિચાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દનો અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત્ જ્ઞાનદર્શન પદ કહેવાં પડે તો ત્યાં લૌકિક કથન જેવા ભાવનાં કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ