SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ કાળ-દુ:ષમ કળિકાળ અંગે પોકાર ૫૪૫ બનાવ્યું છે. (અં. ર૭૫). આ કાળ સુલભધિપણું પ્રાપ્ત થવામાં વિદ્ધભૂત છે... સને માર્ગ કેઈ સ્થળે દેખાતો નથી. (અં. ૧૯૮). પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર માટે શુન્ય થયું છે. માયામોહ સર્વત્ર ભળાય છે. કવચિત મુમુક્ષુ જોઈએ છીએ, તથાપિ મત-મતાંતરાદિકનાં કારણેથી તેમને પણ જોગ થ દુર્લભ થાય છે. (સં. ૨૪૬). આ કાળમાં મનુષ્યનાં મન માયિક સંપત્તિની ઈચ્છાવાળાં થઈ ગયાં છે. કેઈક વિરલ મનુષ્ય નિર્વાણુંમાર્ગની દઢ ઈચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કેઈકને જ તે ઈચ્છા પુરુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે.” (સં. ૧૮૨) ઈત્યાદિ પ્રકારે મનુષ્યના મન પર થતી કળિકાળની અસરને શ્રીમદે પિકાર કર્યો છે, એટલું જ નહિં પણ આ કળિકાળના યોગે સત્સંગઆદિના વિરહે પિતાને પણ વેદાતી વેદના પરમાર્થહદ સૌભાગ્ય પરના પત્રોમાં આ હદયભેદી શબ્દમાં પિકારી છે–કાળની દુષમતાથી આ પ્રવૃત્તિમાર્ગ ઘણું જીવને સતનું દર્શન કરતાં અટકાવે છે. (સં. ૧૮૧). વારંવાર આપ જણાવે છે, આતુરતા દર્શન માટે બહુ છે; પરંતુ પંચમકાન મહાવીરદેવે કહ્યો છે, કળિયુગ વ્યાસ ભગવાને કહ્યો છે, તે ક્યાંથી સાથે રહેવા દે? અને દે તે આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે? (. ૧૮૭). કાળ વિષમ આવી ગયેલ છે. સત્સંગને જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે. એટલે ક્યાંય સાતું નથી. અર્થાત મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તે અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મોટી વિટંબના છે. (સં. ૨૯૮). આપ હદયના જે જે ઉદ્દગાર દર્શાવે છે, તે તે વાંચી આપની યેગ્યતા માટે પ્રસન્ન થાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે ૪૪ મહધકારવાળા આ કાળમાં આપણે જન્મ એ કંઈક કારણયુક્ત હશે જ, એ નિઃશંક છે, પણ શું કરવું, તે સંપૂર્ણ તે તે સૂઝાડે ત્યારે બને તેવું છે. (સં. ૧૮૨) અમને પણ પંચમકાળ અથવા કળિયુગ હાલ તે અનુભવ આપે છે. અમારૂં ચિત્ત નિસ્પૃહ અતિશય છે, અને જગતમાં સસ્પૃહ તરિકે વસ્તી એ છીએ, એ કળિયુગની કૃપા છે.”—એમ ચેથા આરાના આ પરમ પુરુષ શ્રીમદે સત્યુગનું સ્મરણ કરાવે એવા પરમાર્થસખા સૌભાગ્યને પિતાના પરની કળિયુગની કૃપાનું વેદના વ્યંગમાં કહી દેખાડ્યું છે. આવા વિષમ-વિકટ કાળમાં જે અવિષમ-સમ રહે છે તે નિકટભવી જીવ નિકટ કલ્યાણને પામે છે, આવા કળિયુગમાં જે નથી મુંઝાતા તેને નમસ્કાર છે, આવા દુષમકાળમાં જેનું ચિત્ત સંગે કરી પ્રવર્તીનભેદ પામ્યું નથી તે બીજે શ્રીરામ છે, એમ આ કળિકાળમાં મહાકામ માટે જન્મેલ બીજો શ્રીરામ આ રાજચંદ્ર અત્ર આ પત્રોમાં ઉદ્ઘેષણ કરે છે—કુટુંબાદિ સંગ વિષે લખ્યું તે ખરૂં છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહાવિકટ છે. અને જેઓ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ. (અં. ૨૨). કાળનું કળિસ્વરૂપ વતે છે, તેને વિષે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા અ-૬૦
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy