SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ ષપદના અમૃતપત્ર મારા શિષ્ય છે, અથવા ભક્તિના કર્તા છે, માટે મારા છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરીફરી નમસ્કાર હા ! જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિાયર થઈ અન્ય સ્વચ્છ ંદ મટે, અને સહેજે આત્મમાધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું" છે, તે ભક્તિને અને તે સત્પુરુષાને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હા ! જો કદી પ્રગટપણે વમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઇ નથી, પણ જેના વચનના વિચારોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યુ છે, એમ શ્રદ્ઘાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અભ્યામાધ સુખનું પ્રગટ કરનાર, જેના ચાગે સહજમાત્રમાં જીવ પામવા ચેાગ્ય થયા તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હા! નમસ્કાર હા !” આ પર્મ ગુરુ રાજચંદ્રની પરમ ભક્તિ દાખવતા—સદ્ગુરુભક્તિના અનન્ય મહિમાતિશય સંગીત કરતા આ પ×અમૃત ચાર નમસ્કારની પ્રાયે સમસ્ત ભક્તિવાડ્મયક્ષેત્રમાં જોડી જડવી દુ`ભ છે. પરમભક્તિ-અમૃતરસથી છલકાતા આ પરમગુરુના હૃદય—દમાંથી નિકળેલા આ અક્ષરે અક્ષરે પરમભક્તિરસ નિરતા પરમ ભક્તિપૂર્ણ અમૃત આંતરદૃાર વાંચતાં કે સાંભળતાં, કેાઇ પણ સહૃદય જનના હૃદયમાં આ રણકાર કરતા ભક્તિવચનાના પડઘા પડે છે, પદે પદે મસ્તક આપેાઆપ ભક્તિથી નમી પડે છે, અને અક્ષરે અક્ષરે ઉદ્ગાર નિકળી પડે છે કે–નમસ્કાર હૈ। ! નમસ્કાર હા! આ પરમ ગુરુ રાજચદ્રને ! નમસ્કાર હૈ। નમસ્કાર હા આ પરમ જગદ્રુગુરુના આ પરમ અદ્ભુત પ્રત્યેક નમસ્કારને!! પ્રકરણ એકાશીપુ પંચમ કાળ–દુ:ષમ કળિકાળ અંગે પાકાર પરમ કૃપાળુપણાને લીધે યથાનામા પરમ કૃપાળુ દેવ તરિકે પ્રસિદ્ધ નિષ્કારણુ કરુણારસસાગર શ્રીમા મુમુક્ષુએ પરના પત્રોમાં પંચમકાળ-દુઃષમકાળ અંગે પાકાર સ્થળે સ્થળે દેખાય છે, કળિકાળની કરુણ સ્થિતિનું ચિત્ર વારંવાર જોવા મળે છે; અને તેથી દ્રવીભૂત થતા નિષ્કારણકરુણાશીલ શ્રીમના પરમ અનુકંપામય દયા હૃદયનું દિવ્ય દર્શન થાય છે. આ પંચમકાળ અંગેના પાકારનું આ પ્રકરણમાં આલેખન કરશું. આ કાળ પચમકાળ અથવા દુઃષમકાળ તરિકે ઓળખાય છે. કારણકે— એક કાળચક્રના બે વિભાગ છે: ઉત્સર્પિણી અને અવસર્પિણી. ઉત્–ઉંચે સર્પિણી–
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy