________________
રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃત
પ૩૩ હોય, એ વાત જિનાગમમાં સ્થળે સ્થળે છે. શ્રીમદે શ્રીમુખે જણાવ્યું–“અમે આત્માને સમયમાત્ર પણ ભૂલતા નથી.” એક દિવસે બ્રહ્મચર્યની રક્ષા સંબંધી શ્રીમદે અપૂર્વ બંધ કર્યો. શ્રીમદે દેવકરણજીને પૂછયું-બ્રહ્મચર્યની રક્ષાથે દેહ પાડવાનું કહ્યું છે તે શું આત્મઘાત ન કહેવાય? કઈ જવાબ આપી શક્યું નહિં. શ્રીમદે સમાધાન કર્યું – બ્રહ્મચર્ય એટલે આત્મા છે, તેથી એ આત્માના રક્ષણાર્થે દેહને જતો કરે પણ આત્માને રાખે તે ભગવાનની આજ્ઞા છે, માટે તે આત્મઘાત નથી, પણ આત્મરક્ષણ છે. આવું અપૂર્વ સમાધાન શ્રીમદે પ્રકાર્યું હતું.
કાવિઠા–રાળજ-વડવા-ખંભાત આદિ નિવૃત્તિક્ષેત્રે શ્રીમદની સ્થિતિ હતી, તે વેળા શ્રીમદે પરમાર્થમેઘની વર્ષો વર્ષવી અપૂર્વ ઉપદેશામૃતની ધારા વહાવી હતી. તે યથા શક્તિ ભક્તિથી મહામુમુક્ષુ અંબાલાલભાઈએ સ્મૃતિ પરથી સંક્ષિપ્તપણે છાયામાત્ર બેંધી લીધી હતી, તે “ઉપદેશછાયા' (અં. ૯૫૭). શીર્ષક તળે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે. શ્રી અંબાલાલભાઈની ગ્રહણ-ધારણશક્તિ તો શ્રીમદે શ્રીમુખે પ્રશંસી હતી, એટલે અંબાલાલભાઈની આ પ્રમાણભૂત નેંધ કે છાયામાત્ર છે, તે પણ તે વાંચતાં –સાંભળતાં મુમુક્ષુ માનસ પર ઘણું બળવાન અસર કરે છે, તે પછી સાક્ષાત્ ઉપદેશશ્રવણ તે શું નહિં કરતું હોય? શ્રીમદે તે પરમાર્થમેઘની ઉપદેશામૃતધાર જ વર્ષાવી હતી, પણ અત્રે તો મહાબુદ્ધિ અંબાલાલભાઈએ બુદ્ધિપાત્રમાં ઝીલેલ તેને સારસંક્ષેપરૂપ છાયામાત્ર જ આપેલ છે. તે પરથી તે ઉપદેશ–બાપને ધોધ કેટલે બધે વિપુલ વિસ્તારવાળો હશે તેને કંઈક ખ્યાલ આવે છે. આ ઉપદેશામૃતધારાની વાનગીરૂપ કંઈક કણિકાઓ આ રહી–
મૂળ ભૂલ મિથ્યાત્વ ટાળવાને ન સમ્યક્ત્વ સાધવાનો વારંવાર બંધ અત્રે શ્રીમદે કર્યો છે: “સૌથી મોટો રોગ મિથ્યાત્વ. બાહ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશું એમ જીવ ધારે પણ તેમ બને નહીં, કેમકે જેમ એક પાડો જે હજારે કડબના પૂળા ખાઈ ગયો છે, તે એક તણખલાથી બીએ નહીં, તેમ મિથ્યાત્વરૂપી પાડે જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનંતા ચારિત્ર ખાઈ ગયે તે તણખલારૂપી બાહ્યવ્રતથી કેમ ડરે ? પણ જેમ પાડાને એક બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. ૪૪ મિથ્યાદષ્ટિ સમકિતિ પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારને હેતુભૂત થાય છે. સમકિતિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતિ દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણેથી પાછા હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે. ૪૪ જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકત્વ થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી આવ્યું હોત તે મેક્ષ થાત, ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તે ગમે તે લે, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબલિ