________________
ઉપદેશબાધાથે ઉપદેશધરૂપ શાસવાંચનને ઉપદેશ પર૫ ભવસાગરમાં સ્વચ્છેદના વિષમ ખડક સાથે અથડાઈને જીવનું નાવડું ભાંગી કે ડૂબી ન જાય એ માટે માર્ગદર્શક દીવાદાંડી સમું કેવું અદૂભુત માર્ગદર્શન! આમ પ્રત્યક્ષ-પરોક્ષ બંધ દ્વારા મેહમયીથી અમેહસ્વરૂપ શ્રીમદ સૂર્ય પુરસ્થિત મુનિઓને માર્ગદર્શન કરતા હતા.
પ્રકરણ ઓગણએંશીમું રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃતધારા નિવૃત્તિક્ષેત્ર રાળજમાં ચાર અમર મહાકાવ્યનું સર્જન
નિવૃત્તિમાર્ગના મહાન પ્રવાસી શ્રીમદ્દ પ્રકૃતિથી નિવૃત્તિપ્રિય જ હતા; પણ પૂર્વ પ્રારબ્ધવશાત્ તેમને પ્રવૃત્તિમાં જોડાવું પડયું, તે તેમની પ્રકૃતિથી વિરુદ્ધ હાઈ અત્યંત અણગમતું હતું. પ્રવૃત્તિમાં પડવું પડ્યું છતાં શ્રીમદ્ વારંવાર નિવૃત્તિને જ ઝંખતા અને નિવૃત્તિના પ્રસંગે વારંવાર સેવતા,-ખાસ કરીને પર્યુષણના અરસામાં અને તે પછીના અનુકૂળતા પ્રમાણેના સમયમાં નિવૃત્તિ લેવાનું પ્રજન છે તેઓશ્રી નિવૃત્તિને લાભ લેતા અને અન્ય મુમુક્ષુઓને દેતા. આમ વ્યાપાર-વ્યવસાય મધ્યે પણ શ્રીમદ્દ અનુકૂળતા પ્રમાણે નિવૃત્તિક્ષેત્રને લાભ લેવાનું ચૂકતા નહિં અને તત્ પ્રસંગે ઉપદેશામૃત ધારા વર્ષાવી સત્સંગપ્રસંગમાં આવતા સત્સંગી મુમુક્ષુઓને ધર્મલાભ દેવાનું પણ મૂકતા નહિં. શ્રીમદની આ નિવૃત્તિક્ષેત્રસ્થિતિ અને ઉપદેશામૃતધારા સંબંધી ક ઇતિહાસ આ પ્રકરણમાં રજૂ કરશું.
બાહ્ય પ્રવૃત્તિમાં પડ્યા છતાં શ્રીમદ્દને અંતરુથી તો પૂર્ણ નિવૃત્તિ જ હતી. સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી, અને સર્વ ભાવથી સર્વથા નિવૃત્તિ અનુભવતું શ્રીમનું પરમ નિવૃત્તિમય ચિત્ત ક્યાંય પણ પ્રતિબંધ પામતું નહિં; સર્વત્ર અપ્રતિબદ્ધ-સર્વત્ર મુક્ત એવી દેહ છતાં પૂર્ણ નિવૃત્તિમય નિર્વાણ દશા અનુભવતું. આમ પૂર્ણ અંતરનિવૃત્તિ છતાં શ્રીમદ્ બાહ્ય નિવૃત્તિને ઝંખ્યા જ કરતા, અને તે માટે અનુકૂળ સમય ને પ્રસંગ ગવેષતા રહેતા. પરમાર્થસખા સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૪૫૩) શ્રીમદ્દ આ અંગે લખે છે – કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કેઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એ પ્રસંગ જાણે કયાંય દેખાતું નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જે કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થોડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ તેમજ–“વનને વિષે અથવા એકાંતને વિષે સહજ સ્વરૂપને અનુભવો એ આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ