________________
મુનિઓને શ્રીમદ્દનું માર્ગદર્શન
પર કરવા આમ પ્રોત્સાહન આપતા–“આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રીજિને ઉપદેશ્ય છે. (અં. ૬૫૩). આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણું પ્રકારે રેધક છે, અથવા સત્સમાગમના યુગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્ય છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તે છે, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયે જાણી સન્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સત્યુનાં વચનેની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી એગ્ય છે. (અં. ૭૩૨) દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિર્મથને કહ્યું છે તે વિશેષ અનુપ્રેક્ષા કરવા ચગ્ય છે.” (અં. ૭૩૯), આમ દ્રવ્યથી અને ભાવથી આદર્શ સંયમ પાલન કરવાનું અને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, તથા ભાવથી કયાંય પણ પ્રતિબંધ કર્યા વિના સાચા મુનિમાર્ગે વિચરવાનું મુનિઓને કેવું સ્પષ્ટ માર્ગદર્શન શ્રીમદ્દ કરતા!
પ્રકરણ અઠ્ઠોતેરમું ઉપદેશબંધાર્થે ઉપદેશબોધરૂપ શાસ્ત્રવાંચનને ઉપદેશ
અને શાસ્ત્રવાંચન અંગે પણ માર્ગદર્શન કરતાં શ્રીમદ્ મતભેદાતીત નિરાગ્રહભાવે સતશાઅવાંચનનું સૂચન કરતા. જેનશાસ્ત્ર પણ કુલધર્મના આગ્રહની કે મતની દ્રષ્ટિએ નહિં પણ સત્ની દ્રષ્ટિએ વિચારવાનું અને વેદાંતશાસ્ત્ર પણ ઉપદેશબોધની દષ્ટિએ વિચારવાનું વારંવાર સૂચન કરતા અને તે બા. સૂત્રકૃતાંગસૂત્રની વાંચના અંગે પ્રવેશ કરાવનાર શ્રીમદે જે અપૂર્વ પ્રવેશક (Introduction) મુનિ પરના એક પત્રમાં (અં. ૩૭૫) લખ્યો છે, તે તે સમસ્ત શાસ્ત્રવચનના અદૂભુત પ્રવેશક જે હેઈ સર્વકાળના સર્વ મુમુક્ષઓને પરમ માર્ગદર્શક થઈ પડે એ અપૂર્વ છેઃ
“નિવૃત્તિ જેવાં ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ સૂત્રકૃતાંગનું શ્રવણ કરવા ઇચ્છા હોય તે કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાથે તે કરવું યોગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું એગ્ય નથી. તે સૂત્રકૃતાંગની રચના જે પુરુષએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા એ અમારે નિશ્ચય છે. આ કર્મરૂપ કલેશ જે જીવને પ્રાપ્ત થયેલ છે તે કેમ ટે? એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્દભવ કરી “ધ પામવાથી ગુટે એવું તે સૂત્રકૃતાંગનું પ્રથમ વાક્ય છે. તે બંધન શું? અને શું જાણવાથી તે ગુટે? એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધને વીરસ્વામીએ શા પ્રકારે કહ્યું છે? એવા વાકયથી તે પ્રશ્ન મૂકયું છે, અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું અ-૬૬