________________
મુમુક્ષુઓને માર્ગદર્શનઃ આત્મા અમૃતપાન
૫૧૫ સત્સંગનું માહાભ્ય સર્વ જ્ઞાની પુરુષેએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે.” (અં. ૬૬૮). સત્સંગના આ અતિશય માહાસ્યની સર્વકાળના સર્વે મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવી અનુભવસિદ્ધ અમૃતવાણી શ્રીમદે આ અમર શબ્દોમાં પ્રકાશી છેઃ | સર્વ ભાવથી અસંગાણું થયું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેને આધાર કહ્યો છે, કે જે સત્સંગના ગે સહજ સ્વરૂપમૃત એવું અસંગપણ જીવને ઉત્પન્ન થાય છે. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયાં છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાઓ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણને મુખ્ય હેતુ એ સત્સંગ જ સર્વોપણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારે આત્મસાક્ષાત્કાર છે. ઇ.(અં. ૬૦૯).
આ સત્સંગાદિ સાધન મુમુક્ષુએ સ્વછંદ છેડી જ્ઞાનીની આજ્ઞાનુસારે કેવળ એક શુદ્ધ આત્માથે જ સેવવાં જોઈએ, એ વસ્તુ પ્રત્યે શ્રીમદ્ સર્વત્ર મુમુક્ષુઓનું ખાસ ધ્યાન ખેંચે છે –
જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત સંદેશારહિત લાગે છે. જે એમ થયું હોત તે જીવને સંસાર પરિભ્રમણ હેય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેને દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થ માં જ સામા જીવને પ્રેરે છે, અને આ જીવે તે પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યું નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણ પણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માથે ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. ૪ ૪ અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા ક્યા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દેષનું ઉપશમવું, નિવર્તિવું શરૂ થાય છે. (અં. ૫૧૧).
“જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કપાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; xx તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજા શ્લાઘાદિ પામવા માટે, કેઈ મહાપુરુષને કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. ૪૪ અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદગુરુ અને સલ્ફાસાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય