________________
૫૧૪
અધ્યાત્મ રાજચંદ્ર આશ્ચર્ય નથી.” અનાદિકાળથી જીવને અસવાસનાને અભ્યાસ હોવાથી તેમાં મલિન દર્પણમાં પ્રતિબિંબની જેમ એકદમ સસંસ્કાર થાય નહિં એ દર્શાવતાં અન્ય પત્રમાં (અં. ર૨૯) લખે છે– અનંતકાળથી જીવને અસતુવાસનાને અભ્યાસ છે, તેમાં એકદમ સતસંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસતવાસનાવાળા ચિત્તને વિષે પણ સત્સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંતકાળને જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સતુના અંશે પર આવરણ આવે છે, સસંબંધી સંસ્કારોની દઢતા થવા સર્વ પ્રકારે લક્લજજાની ઉપેક્ષા કરી સત્સંગને પરિચય કર શ્રેયસ્કર છે.” ઈ.
આ અસવાસનાનો અનાદિને અભ્યાસ છે તે ટાળવા તેની સામે સત્સંસ્કારનું બળ વધારવું જોઈએ, વિષય-કષાયાદિ દોષ દૂર કરી આત્મામાં ગુણ પ્રગટાવવા જોઈએ, અને તે અર્થે મુમુક્ષુએ સદ્દગુરુ, સદુદેવ, સતકૃત, સતસંગ આદિ સસાધન સેવવાં જોઈએ,-એ વસ્તુ મુમુક્ષુઓને માર્ગદર્શન આપતાં શ્રીમદે સ્થળે સ્થળે ઉદ્ઘેષી છે: જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષને સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. ૪૪ સત્સમાગમના અભાવે વીતરાગધ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તધૈર્ય માટે તે પરમ ઔષધ છે.” (અં.૮૫૬). ઈન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા ગ્ય છે.(અં. ૮૮૮) ઈ. આ સર્વ સાધનમાં પ્રધાન સાધન સત્સંગ છે, તે પર શ્રીમદ્ સર્વથી વિશેષ ભાર મૂકે છે અને તેની સર્વત્ર મુક્તકઠે પ્રશંસા કરે છે: “સત્સંગ (સમવયી પુરુષોને, સમગુણ પુરુષોને વેગ)માં સતને જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનનું પરિચયન કરવું કે જેમાંથી કાળે કરીને સતુની પ્રાપ્તિ થાય છે. (અ. ૧૯૮). પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે, પણ આ કાળમાં તે જોગ બને બહુ વિકટ છે. (સં. ૨૦૭). મોટા પુરુષેએ અને તેને લઈને અમે એ દઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષેગ્યતા જેવી છે, તેવી ગ્યતા ધરાવનારા પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ એના જેવું કંઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. (અં. ૨૪૯). એક મટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી યેગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છ, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે, બહુબહુ રીતે આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. (અં. ૩૭૫). સવ પરમાર્થનાં સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સપુરુષના ચરણસમીપને નિવાસ છે. (અં. ૪૯૯). અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા ગ્ય છે, એમાં સંશય નથી.