________________
૪૯૨
અધ્યાત્મ રાજયક
વખતે કઈ બોલાવે તે ઉપયોગથી ચૂકવું પડે તેથી એમના મનમાં ખેદ થતું હશે, એમ લાગ્યું હતું. પણ પછી કેઈએ પણ કહેવાનું બંધ રાખ્યું હતું, અને સમાધિભાવથી દવા દીધું હતું, ૪૪ હે પ્રભુ, એ પરમ પવિત્ર પૂજ્ય સૌભાગ્યભાઈના સમાધિમરણની સ્થિતિ જોઈ હું આનંદ સાથે પરમ હર્ષિત થયે છું. કારણ કે આવું સમાધિમરણ મેં કેઈનું હજુ જોયું નથી. પણ એક રીતે મારા હીનભાગ્યને ખેદ રહે છે. આવા પરમ પવિત્ર અમૂલ્ય રત્નજીવનું જીવન લાંબુ થઈ ન શકયું. જેથી આ ખરો હીર ખાય છે, અને એ પુરુષની મોટી ખોટ પડી છે. એ મારા ખેદને હું વિસ્તાર કરવાને ગ્ય નથી. આપ સર્વ જાણે છે, આપ સર્વ દેખે છે.” ઇત્યાદિ. આમ સૌભાગ્યના સમાધિમરણનું તાદશ્ય ચિત્ર તત્કાલીન સાક્ષી મહામુમુક્ષુ અંબાલાલભાઈએ આલેખ્યું છે. આવું અપૂર્વ હતું શ્રીમદૂના પરમાર્થસખા સૌભાગ્યનું સમાધિમરણ!
૪. સૌભાગ્યને શ્રીમદની ભવ્ય ભાવાંજલિ. પરમાર્થસખા સૌભાગ્યના વિરહને પરમાર્થ ખેદ સૌથી વધારે કેઈને પણ વેદો હોય તે તે નિર્મોહસ્વરૂપ પરમાર્થ સંવેદનશીલ શ્રીમદને શ્રીમદ્દ પિતાના આ પરમાર્થ સખાના દિવ્ય આત્માને ભવ્ય અંજલિ અર્પતાં, ૧૯૫૩ના જેઠ વદ ૧૨ ના દિને સૌભાગ્યના પુત્ર ચંબકલાલ પરનાઆશ્વાસનપત્રમાં (અં. ૭૮૨) સૌભાગ્યની મુક્તક છે સ્તુતિ કરે છે–
આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ધણે ખેદ થયે છે. જેમ જેમ તેમના અદૂભુત ગુણો પ્રત્યે દષ્ટિ જાય છે, તેમ તેમ અધિક ખેદ થાય છે. જીવને દેહને સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મેહથી એકપણુની પેઠે વતે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સેભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અભુતપણાથી તેમને વિગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવાયેગ્ય છે. ૪૪ સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રીસોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા ચોગ્ય છે. ૪૪ આ ક્ષેત્રે આ કાળમાં શ્રી ભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ૪૪ શ્રી ભાગ મુમુક્ષુએ વિસમરણ કરવા એગ્ય નથી. ૪૪ શ્રી સે ભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણે વારંવાર વિચારવા યોગ્ય છે, શાંતિઃ શાંતિઃ શાંતિઃ '
પોતાના પાર્થ જીવન સાથે ગાઢ સંબદ્ધ અને દીર્ઘકાળના સત્સંગી પરમાર્થ રંગી જેતાના હૃદયરૂપ પરમવિશ્રામ પરમાર્થ સખા સૌભાગ્યના વિરહનો નિર્મોહ પરમાર્થ બઇ શ્રીમાને એટલે બધે વેદાયે હતું કે તેઓ કેટલાયે મહિનાઓ સુધી સૌભાગ્યનું