SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ ૪૯૧ ને બુધવારે છે. ધણું કરી તે તારીખે મત`ક થાશે. એમ ખાત્રી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશે....અને દેહ ને આત્મા જુદો છે. દેહ જડે છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનના ભાગ પ્રત્યક્ષ જૂદો સમજ્યામાં આવતા નહાતા. પણ દિન ૮ થયાં આપની કૃપાથી અનુભવગાચરથી મેટ પ્રગટ જુદો દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન અને આદેહ જુદા, એમ આપની કૃપાદૃષ્ટિથી સહેજ થઇ ગયુ છે. એ આપને સહેજ જણાવા લખ્યું છે. આ પત્રમાં સૌભાગ્યે પેાતાનું મૃત્યુ-પેાતાના દેહાંત જેઠ વદ ૯ ના દિને થવાને પેાતાને ભાસ થયા હેાવાનુ` લખ્યું છે, પણ તેમના દેહાંત જે વદ ૧૦ દિને સવારે ૧૦-૫૦ મિનિટે અપૂર્વ સમાધિભાવે થયા. અને એક પરિચયનાંધમાં નોંધાયું છે તેમ-જે સમયે સૌભાગ્યના દેહાંત થયેા તે જ સમયે જ્ઞાનબળથી જાણી, સામાન્યપણે ઉષ્ણ જલથી સ્નાન કરનારા સુકેામળ શ્રીમદ્ પહેરેલે કપડે ઠંડા પાણીએ સ્નાન કરવા બેસી ગયા; અને સૌભાગ્યના દેહાંતના તાર તા થાડા કલાક પછી મળ્યે ! સૌભાગ્યના આ અપૂર્વ` સમાધિમરણના સાક્ષી શ્રી અંબાલાલભાઈએ જેઠ વદ ૧૧ ના દિને શ્રીમદ્ પર લખેલા પત્રમાં સૌભાગ્યના આ સમાધિમરણેનું તાદૃશ્ય આલેખન કર્યુ છે—હે, પ્રભુ! બેહુદ દીલગીર છું કે પરમ પૂજ્ય, પૂજવા ચેાગ્ય, પરમ સ્તુતિ કરવા ચેાગ્ય, મહાન શ્રી સૌભાગ્યભાઇ સાહેબ પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપયેગપૂર્ણાંક આ ક્ષણિક દેહના ત્યાગ કર્યાં છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેઠવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરુ પ્રત્યેના એકનિષ્ઠતાભાવ અને છેવટ સુધીના ઉપયેાગના એક જ ક્રમ એ જોઇ મને બહુજ આનંદ થાય છે. વાર વાર તેમના ઉત્તમેાત્તમ ગુણા અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. × ૪ વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્માપયેાગ ભૂલી ગયા હૈાય અથવા દુઃખના લક્ષમાં ચડી ગયા હોય, તે સ્મરણ આપ્યું હોય તેા ઠીક એ ધારી ધારશીભાઇની સલાહ લઈ મેં સહાત્મસ્વરૂપસ્વામી એવુ એક એ અને ત્રણવાર નામ દીધું. એટલે પાતે મેલ્યા—હા, એ જ મારા લક્ષ છે. મારે કેટલાક ઉપદેશ કરવાની ઈચ્છા છે, મને પણ તેવા વખત નથી. હુ· સમાધિભાવમાં છુ, તું સમાધિમાં રહેજે. હવે મને કાંઇ કહીશ નહિ. કારણ કે મને ખેદ રહે છે. એટલા વચન પાતે ખેલ્યા કે સ` કુટુંબપરિવારે ત્રિકરણુયાગથી નમસ્કાર કર્યો કે તુરત રાતે ડાબુ' પડખું ફેરવ્યુ` કે ૧૦ ને ૫૦ મીનીટે પાતે દેહના ત્યાગ કર્યાં. ×× દુઃખની સ્થિતિમાં પાતે વખતે ઉપયેાગ ભૂલી જાય એટલે વખતે વખતે સ્મરણુ આપવાનું થતું, તા પાતે કહે કે-વારે વારે શું કહે છે; આ જીવને બીજો લક્ષ હાય ? એ જ મારા લક્ષ છે. વળી મૃત્યુના થાડા વખત પહેલાં ગાશળીઆએ મેલાવ્યા, તે પાલે કહ્યું કે હાલ બધા છાનામાના એસી હેા. વખતે વખતે પાતે ઉચ્ચાર કરે તેા હે નાથ, હે ચાળ, પરમાત્મા, દેવાધિદેવ, સહજાત્મસ્વરૂપસ્વામી એ જ વચના કહેતા હતા. અને તે જ વચના જેમ પૂના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂકયા ડાય સહેજે પણ સુખથી નીકળતાં હતાં, પાતે ઉપયાગમાં ખરાખર વ્રતતા એવી રીતે હતા. અને
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy