________________
૪૮૮
અધ્યાત્મ રાજચંદ્ર આમ સૌભાગ્યને અપૂર્વ આત્મજાગૃતિ આપતા આ ત્રણ સમયસારકવિતે આ પત્રના મથાળે ટાંકી, સાક્ષાત્ સમયસારભૂત પ્રગસિદ્ધ સમયસારદશાને પામેલા જીવનમુક્ત શ્રીમદ્દ સમયસારનું રહસ્ય સમજવાને સમર્થ પરમ અધિકારી સૌભાગ્યને જ આ પત્ર સંભળાવવાની અંબાલાલભાઈને ભલામણ કરે છે– શ્રી ભાગને વિચારને અર્થે આ કાગળ લખે છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવો ચગ્ય છે.” એવી સ્પષ્ટ ભલામણ કરી સાક્ષાત્ જીવન્મુક્ત દશાને પામેલા શ્રીમદ્દ અત્ર અમૃત પત્રના અંતે સાક્ષાત્ મુક્તદશાને અનુભવ કરાવવાને સમર્થ આ મહાન અમૃત સૂત્રો પ્રકાશે છે–
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદા ભાવો ત્યાંથી મુક્તદશા વતે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે, જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિને વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ
આવા અનુપમ સૂત્રેથી ગૂંથેલા આ અમૃતપત્રથી સૌભાગ્યનું અનન્ય પ્રતિજાગરણ કરતા–અપૂર્વ આત્મજાગ્રતિ પ્રેરતા નિષ્કારણકરુણારસસિંધુ શ્રીમદે, સૌભાગ્યને સર્વ અન્યભાવથી મુક્ત આત્માને અનુભવ કરવાને, સર્વ દ્રવ્યથી–ક્ષેત્રથી-કાળથી–ભાવથી સર્વથા અસંગપણું અનુભવવાને મહાન કીમીયો બતાવી, સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ ભિન્ન આત્મા અનુભવપ્રત્યક્ષ કરવારૂપ મુક્તદશા અનુભવી મૌન–અપ્રતિબદ્ધ-અસંગ અને નિર્વિકલ૫ થઈ મુક્ત થવાને ને શુદ્ધ સહજાન્મસ્વરૂપની અમૃતાનુભૂતિ કરવાનો પરમ અમૃત બોધ કર્યો છે.
આ પછી ૧૯૫૩ના જેઠ સુદ ૮ ના દિને લખેલ બીજા અમૃતપત્ર-રત્નમાં શ્રીમદ“જેને કઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર–એમ પત્રના મથાળે લખી પરમાર્થ સુહૃદ સૌભાગ્યને સર્વત્ર રાગ-દ્વેષ છોડવાનું માર્મિક આહાન કરે છે, અને “પરમ ઉપકારી, આત્માથી. સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગને આવા ગુણનિષ્પન્ન વિશેષણોથી સંબોધી, દેહાદિથી પરમ વૈરાગ્ય ઉપજાવે એ પરમ બોધ ઉદ્ધે છે–
પરમાગી એવા શ્રી કષભદેવાદિ પુરુષ પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિમેહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફરે ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું યથાર્થ સમરસપણું રહે છે, તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. કંઈ પણ મન, વચન, કાયાના
ગથી અપરાધ થયે હેય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું. ઘણું નમ્રભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કઈ પ્રત્યે