________________
૪૭૪
અધ્યાત્મ રાજચંદ્ર
કઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગ સંબંધી અને કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદેશની પેઠે તત્કાળ તેનું પ્રહવું કઈ પ્રારબ્ધગથી ન થતું. ૪ ૪ અમને તેથી ચિત્તમાં મોટે ખેદ થતો હતો કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વતે છે, નહીં તે તેને સ્વપ્ન પણ સંભવ ન હોય. જોકે તે સકામવૃત્તિથી તમે પરમાર્થ દષ્ટિપણું વીસરી જાઓ એ સંશય થતો નહોતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થ દષ્ટિને શિથિલપણને હેતુ થવાનો સંભવ દેખાતો હતો.” (અં. ૫૫૨) ઈત્યાદિ.
આમ સ્થિતિ હોવાથી સૌભાગ્યનું પરમાર્થ પતન ન થાય અને પરમાર્થમાં સ્થિરીકરણ થાય એ અર્થે પરમ પરમાર્થહિતસ્વી શ્રીમદ, ગમે તેટલી વિપત્તિઓ પડે તો પણ જ્ઞાની દ્વારા સાંસારિક ફલની ઈચ્છા કરવી નહિં એમ સ્પષ્ટ ઉપદેશતાં (અં. ૩૭૪) પરમાર્થ બોધ આપે છે–“ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી એગ્ય નથી. ઉદય આવેલ અંતરાય સમપરિણામે વેદવા
ગ્ય છે, વિષમ પરિણામે દવા ગ્ય નથી.” એમ લખી સૌભાગ્યે જણાવેલી ઈચ્છા અંગે લખે છે-“યથાર્થ જ્ઞાન જેમને છે એ પુરુષ અન્યથા આચરે નહીં, માટે તમે જે આકુળતાને લઈ ઈચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા ગ્ય છે. જ્ઞાની પાસે સાંસારિક મૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છા એગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તે વૈભવ હોય છે, તે તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વિભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઇચછે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.” અને શ્રીમદની વર્તમાન વ્યવહાર પરિસ્થિતિ પણ હજુ પ્રારંભની ઊગતી દશામાં છે, છતાં સૌભાગ્યને ધીરજનું કારણ થવાની પોતાની અંતરધારણ દર્શાવે છે –“હાલ તે અમારી પાસે એવું કંઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તે પ્રસંગ લક્ષમાં રહે છે, બાકી બીજા પ્રયત્ન તે કર્તવ્ય નથી.” એમ અંતર્ભાવના દર્શાવી, સૌભાગ્યને ભવિષ્યની ચિંતા નહિ કરવાનું ને નિર્ભયપણું અંગીકાર કરવાનું ઉદ્દબોધન કરી, “પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું એગ્ય છે એમ અત્ર શ્રીમદે યથાર્થ બેધને મુખ્ય માર્ગ દર્શાવ્યો છે.
અને આગળ પરના (સં. ૧~૧, માગશર, વદ ૧૧) સૌભાગ્ય પરના એક અમૃતપત્રમાં (અં. ૫૫૦) તે આ સર્વ વાતને પૂરેપૂરે ને ખુલ્લેખુલે ખુલાસો કરતાં પરમ પરમાર્થહિતસ્વી શ્રીમદે પરમાર્થ સખા સૌભાગ્યને પરમ પરમાર્થ હિતબોધ દીધું છે—“અમારા પ્રત્યે માવિત્ર જેટલે તમારે ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે –એક તો કંઈ સિદ્ધિગથી દુ:ખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ શોધનાર, અને અનુક્રમે મલિન વાસનાને હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં