________________
સુધારસ: શાંતસુધારસજલનિધિ શ્રીમદની આત્માની અમૃતાનુભૂતિ ૪૭ વિષેને કોઈ સયા કે છંદમાં ભાવાર્થ હશે કે કેમ? ને જે છે તે કયા સવૈયા છંદમાં છે તે આપ લખી જણાવશો.' આના ઉત્તરપત્રમાં (અં. ૫૨૦) શ્રીમદ્ આ સુધારસ બા. બનારસીદાસકૃત સમયસારમાં આવતા ઉલ્લેખ અંગે તલસ્પશી મીમાંસા પ્રકાશે છે–
જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે સમયસાર ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારે છે તે તેમજ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા ગ્ય નથી. બનારસીદાસે સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે, અને તે કઈ રીતે બીજજ્ઞાનને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દ ઉપમાપણે પણ આવે છે. ૪ ૪ એટલે તમે જે બીજજ્ઞાનમાં કારણ ગણે છે તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે.”— અર્થાત્ ત્યાં જે વાત કહી છે તે બીજજ્ઞાનને લગતી જણાય છે. સર્વત્ર તે ઉપમાપણે કહેલ છે એમ નથી, કવચિત ઉપમાપણે કહેલ છે અને કેટલેક સ્થળે વસ્તપણે પણ કહેલ છે. આમ વસ્તુપણે અને ઉપમાપણે તે વાત બનારસીદાસે કરી છે, તે પરથી શ્રીમદ્ પ્રકાશે છે—બનારસીદાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ સમયસાર ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજજ્ઞાન વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તે ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે. જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયો છે, તેને પણ કઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. બનારસીદાસને તે કઈ સ્પષ્ટ અનુભવગ થયો હોવો જોઈએ એમ અત્ર સ્પષ્ટ પ્રકાણ્યું છે–
એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણાદિ ભેદથી જીવને વિશેષ નિર્ધાર કર્યો હતો, અને તે તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી આત્મસ્વરૂપ કંઈક તીક્ષણપણે તેમને અનુભવમાં આવ્યું છે, અને અવ્યક્તપણે આત્મદ્રવ્યને પણ તેમને લક્ષ થયે છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે.” ઈ. સેંકડો વર્ષ પૂર્વે થયેલા બનારસીદાસની આ દશાનું આવી ચક્કસાઈથી માપ કરવાનું કેણ કરી શકે? સામર્થ્ય કેણ ધરાવી શકે? આત્માનુભવની દિશામાં જે તેવી ઘણી ઘણું આગળ વધી ગયેલી આત્મદશાને પામી ગયેલ હોય એ આત્મસામર્થ્યગી હોય તે જ. અને શ્રીમદ્ તેવી ઘણી ઘણી આગળ વધી ગયેલ દશાને પામેલ–આત્માની અમૃતાનુભૂતિને પામેલ તેવા આત્મસામર્થ્યગી જ્ઞાની પુરુષ હતા, તેની સાક્ષી તેમના જ ઉપરોક્ત વચને પૂરે છે, અને તેમાં સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૪૭૫) લખેલ આ અમૃત વચન સૂર પૂરાવે છે—“શુદ્ધતા વિચારું ધ્યા, શુદ્ધતામેં કેલિ કરે, શુદ્ધતા મેં સ્થિર હૈ, અમૃતધારા બર—એ કવિતામાં સુધારસનું જે માહાસ્ય કહ્યું છે, તે કેવળ એક વિસસા (સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામ સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેને પરમાર્થ યથાર્થ હૃદયગત રાખે છે, જે અનુક્રમે સમજાશે. શુદ્ધતા વિચારનાર, શુદ્ધતા ધ્યાવના, શુદ્ધતામાં રમનાર, શુદ્ધતામાં સ્થિર રહેનાર, અમૃતધારાવૃષ્ટિ અનુભવનાર એ કેઈ અમૃતરૂપ આત્માની અમૃતાનુભૂતિને