________________
४९९
અધ્યાત્મ રાજચંદ્ર જે સૂફમવસ્તુને સંબંધ છે તેમાં તેની છાયારૂપ સુગંધ વિશેષ પડે છે. એટલે આત્માની નિકટની વસ્તુનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ કરવાથી આત્મા પ્રગટે છે. અને પવન કરતાં પણ સુધારસમાં આત્મા વિશેષ સમીપપણે વતે છે, અર્થાત્ આત્માને વધારેમાં વધારે નિકટ જે કોઈ સૂફમ વસ્તુ હોય તો તે આ પ્રસ્તુત સુધારસ છે, અને તે પાવન કરતાં પણ આત્માને અધિક નિકટ છે, એટલે તેમાં આત્માની વધારેમાં વધારે છાયારૂપ સુગંધવાસના પડતી હોઈ તે ધ્યાન કરવાને સુગમ ઉપાય છે. આવું સુધારસનું અદ્ભુત ગૂઢ રહસ્ય ગીશ્વર શ્રીમદે અત્ર પ્રકાશ્ય છે. ગિરાજ આનંદઘનજીએ પણ કંઈક ગૂઢાર્થમાં આ સુધારસને ઈશારો આ પદમાં કર્યો જણાય છે–
“ગગન મંડળમેં અધબિચ કૂવા, ઊંહા હે અમીકા વાસા . સગુણા હાએ સો ભરભર પીવે, નગુરા જાવે પ્યાસા... અવધૂ સે જોગી ગુરુ મેરા, ઉસ પદકા કરે રે નીવેડા.” આનંદઘનજી
અર્થા-ગગનમંડલ એટલે ચિદાકાશ. તેની મધ્યે એક અમૃતને કૂવો છે, એટલે અમૃતસ્વરૂપી શાંતસુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદ્દગુરુ મળ્યા છે, તે જ તે અમૃતકૂપમાંથી શાંતસુધારસ ભરી ભરી પીએ છે, તેમની તૃષા છીપે છે–ભવતૃષ્ણા શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્ગુરુને ભેગ નથી મળ્યો, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃણુ બૂઝાતી નથી, અને તે મૃતપણાને જ પામે છે, અર્થાત્ જન્મ-મરણ પરંપરા કર્યા જ કરે છે, તેના જન્મમરણને છેડો આવતો નથી.
આમ સૌભાગ્ય જેવા પરમાર્થસખાને ઉત્તમ અધિકારી જાણે તેમને શ્રીમદે આ રહસ્યભૂત વાર્તા લખી છે; પિતાના અથાગ ઉપકારી આ પરમાર્થ સખાને સુધારસ અને તેની આગળની ભૂમિકા પિતાના હાથે પ્રાપ્ત કરાવવાની શ્રીમદ્દની ભાવના–ઈચ્છા તેમના સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૨૫૯) આવતા આ પરમ ભાવપૂર્ણ ઉલ્લેખ પરથી જણાય છે–“જ્ઞાનધારા સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં ઘેડ પણ કહીશું, અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણું હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છે. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજું શું બદલે વાળીએ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મેટે ભાગ્યોદય માનીશું.” અને સૌભાગ્ય પરના બીજા પત્રમાં (સં. ૧૯૭) આવતા-સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે?—એ ઉલ્લેખ પરથી સ્પષ્ટ જણાય છે કે શ્રીમદ્ તે સુધાની ધારા અને તે પછીની કેટલીયે ભૂમિકાઓને ક્યારનાયે પામી ગયા હતા, એટલે સૌભાગ્ય જેવા ઉત્તમ યોગ્ય અધિકારીને તે પમાડવા પૂરેપૂરા સમર્થ હતા.
આ સુધારસ વિષે રસ ધરાવતા સૌભાગ્યભાઈ ૧૯૫૦ના શ્રા. વદ ૧૦ના દિને શ્રીમદ પર લખેલા પત્રમાં પૃચ્છા કરે છે કે –“સમયસાર નાટકની ચેપડીમાં બીજજ્ઞાન