________________
૪૬૨
અધ્યાત્મ રાજચંદ્ર તે શ્રીમદે આ સુધારસ અંગે સર્વાગી સ્પષ્ટીકરણ કર્યું છે, એટલે આ અમૃતપત્રને અત્ર સવિસ્તર વિચાર કરશું. આગલે પત્ર (નં. ૪૭૧) જે લખ્યો હતો તે ખુલે કાગળ હતું, તે એમ ખુલ્લે કાગળ લખવાનું પ્રજન શું તેને ખુલાસો કરતાં અત્ર પ્રારંભમાં જ લખે છે–ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જે તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે તે પુરુષ કેઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાને મુખ્ય સંભવ છે, એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય.” આ શબ્દ સ્પષ્ટ સૂચવે છે કે શ્રીમદ્ આ સુધારસના અને તેના પરમ રહસ્યના અપૂર્વ જ્ઞાતા હતા. આ સુધારસ મુખને વિષે વરસે છે એ સામાન્ય નિર્દેશરૂપ ખુલ્લા શબ્દ લખ્યા તે પરથી કોઈ પિતાની મેળે તેને નિર્ધાર કરવા જાય છે તેમ બનવું સંભવતું નથી, એ દર્શાવે છે_તે નિર્ધાર એમ થતું નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કઈ પ્રકારે જાણવામાં આવે તે સારૂં.' આ માર્મિક શબ્દો સૂચવે છે કે તેને યથાર્થ સ્થળનું જ્ઞાન તેના જ્ઞાતા તજજ્ઞ આત્માનુભવી સદ્ગુરુદ્વારા પ્રાપ્ત ગુરુગમથી થાય તે જ આ ગપ્રક્રિયા સંભવિત બની શકે. આવી આ ગૂઢ રહસ્યભૂત વાર્તા અત્રે શ્રીમદે લખી છે, તે પણ કેને સમજાય? સપુરુષને સત્સંગ જેને આજ્ઞાંકિત પણે થયે છે તેને – તનસેં, મનસે, ધનસું, સબસેં, ગુરુદેવની આન સ્વઆત્મ બસે” એવો જે હોય તેને, એટલે જ અને મર્મમાં લખે છે –“સપુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેને પરમાર્થ સપુરુષને સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, તેને સમજાવે દુર્લભ થાય છે.” ઈ. આ સુધારસના જ્ઞાન બા. લખવાનો આશય શું છે? તે વિશેષપણે અત્ર પોતાના હદયરૂપ પરમાર્થ સુહ૬ સૌભાગ્યને દર્શાવતાં શ્રીમદે આ રહસ્યવાર્તાના હૃદયરૂપ આ સ્પષ્ટ ચાર પ્રકારની ચિભંગીથી આ અમૃત શબ્દમાં પ્રકાશ્ય છે—
(૧) જે જ્ઞાની પુરુષ સ્પષ્ટ એ આત્મા કેઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યું છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જે તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તે તેનું પરિણામ પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ છે. (૨) અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તે તે વ્યવહારપરમાર્થ સ્વરૂપ છે. (૩) તે જ્ઞાન કદાપિ પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એ જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યું હોય તેનું જ્ઞાન તે પરમાર્થ—વ્યવહારસ્વરૂપ છે. (૪). અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર-વ્યવહારસ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ એ નિકટ મેક્ષને ઉપાય છે. પરમાર્થ વ્યવહાર સ્વરૂપ એ