________________
વીતરાગમાર્ગ પ્રભાવનાની પરમ પ્રકૃષ્ટ ભાવના
४५७ શમાવવામાં આવે છે.'—જગતુલ્યાણદશી શ્રીમદ્દના દિવ્ય આત્માનું તીવ્ર આત્મસંવેદન દાખવતા આ હૃદયભેદી શબ્દ સૂચવે છે કે તે સખાઓને અને બીજા મુમુક્ષુઓને થતા ખેદ કરતાં અસંખ્યાતગણે ખેદ શ્રીમને પોતાને દિવસમાં વારંવાર થતો હતે,– જ્યારે જ્યારે તે પ્રસ્તુત વાત સ્મરણમાં આવતી ત્યારે ત્યારે સર્વ આત્મપ્રદેશ શિથિલ-ઢીલા જેવા થઈ જઈ જીવવું કઠિન થઈ પડે એવો અતિ તીવ્ર અક ખેદ થતે, તથાપિ વર્તમાન સંજોગોમાં તે જગપ્રભાવસંબંધી પ્રકારને અને તે હાલ નહિં બની શક્યારૂપ તત્સંબંધી ખેદને શમમૂર્તિ શ્રીમદ્દ ઉપશમાવતા.
આ જગતકલ્યાણકાર્યમાં ઢીલ થવામાં કાંઈ સાધારણ કારણે નથી પણ બળવાન કારણે છે, અને તે આડા આવનારા અવરોધક કારણેને ક્ષય કરવા ભણું પિતાનું આત્મવીર્ય પ્રવર્તી રહ્યું છે, પણ તે બળવાન કારણે અંગે વિશેષ ખુલાસો હાલ કરી શકતા નથી, એમ જણાવતાં શ્રીમદ્દ અત્ર પત્રમાં લખે છે –“ શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે નથી. એ પ્રકારે જે રહેતું હોય તો ઘણું કરી તેમ નથી, એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતને વિચાર કરતાં છતાં હજુ બળવાન કારણેને તે પ્રત્યે સંબંધ છે, એમ જાણે જે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે, અને તેને અવરોધક એવાં કારણોને ક્ષીણ થવા દેવામાં કંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વતે છે. તમારી ઈચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તાતું નથી તે વિષે જે બળવાન કારણે અવરોધક છે, તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમકે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા ગ્ય છે.”
અને જે બળવાન કારણે પ્રભાવના હેતુને અવરોધક-અવરોધ કરનારા–આડે આવનારા છે, તેમાં પિતાને કંઈપણ બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક પ્રમાદ નથી, માનભંગપણાનું કારણ પણ નથી, વિષયાદિરુચિનું કારણ પણ નથી, એમ નકારાત્મક રીતે સ્પષ્ટ જણાવતાં શ્રીમદ્દ લખે છે–“જે બળવાન કારણે પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારે કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદહાય એમ કઈ રીતે સંભવતું નથી. તેમજ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવથી થયા કરતું હોય એ પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કેઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતાં પણ તેથી અવરોધક પણું હોય એમ લાગી શકે એમ નથી; કારણકે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે. લોકોમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાને પ્રસંગ આવે તે તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. કારણકે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તે થઈ શકે એમ છે. શબ્દાદિ વિષય પ્રત્યેનું કેઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. અને નામમાત્ર પ્રભાવનાએ પ્રવર્તતા કેઈના વિદ્યમાનપણાથી પણ અવરોધકપણું નથી એમ સિંહનાદ જેવી હરિગર્જના કરતા પરમ પુરુષસિંહ શ્રીમદ અત્ર છેવટે, સંવેદાતા આત્મસામના યથાર્થ ભાનથી સર્વથા મ-૫૮