________________
૫૨
અધ્યાત્મ રાજયંત
આમ પરમાત્મચ્છા કહે કે પરમાત્માના જ્ઞાનમાં દષ્ટ તથારૂપ ઉદય કહે, પણ શ્રીમદને પરમાર્થોન-પરમાર્થ સંબંધી મૌન રહેવારૂપ કર્મને ઉદય વર્તતો હતો, એટલે જ તેને અનુસરીને હાલ શ્રીમદ્ પરમાર્થપ્રકાશન બા. મૌન વર્તાતા હતા. આ અંગે અંબાલાલભાઈ પરના પત્રમાં (સં. ૨૮૫) શ્રીમદ્દ લખે છે–ઘણું કરીને પરમાર્થમૌન એમ વર્તવાનું કર્મ હાલ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમજ વર્તવામાં કાળ વ્યતીત થાય છે. અને તે જ કારણથી આપનાં પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે. અને એટલે જ શ્રીમદ્ પૂર્વ પરિચિત સિવાય અન્યને પરમાર્થ સંગસંબંધી વિશેષ પ્રસંગ હાલ પાડતા નહિં. આ અંગેનું ખાસ સૂચન સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૨૮૭, ૧૯૪૭ આશો વદ ૧) પ્રાપ્ત થાય છે–પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવસંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી, ત્યાંસુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતું તે જાણે છે. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે, તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશો નહીં. અત્રે માર્ગ પ્રકાશ ક્યારે થશે તેને ખુલાસો પણ આપી દીધો છે અને પિતાને પ્રગટ નહિં કરવાની ચકખી ભલામણ પણ સૌભાગ્યને કરી દીધી છે. પ્રગટ ન કરવા માટેના કારણની સ્પષ્ટતા આ પત્રમાં (અં. પ૨૧) કરી છે—ઘણું કરીને જે કઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે તેમને દશા વિષે થોડેઘણે અંશે પ્રતીતિ છે. તથાપિ જે કેઈને પણ સમાગમ ન થયો હોત તો વધારે એગ્ય હતું. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વસે છે તે વ્યવહારાદિ આગળ ઉપર ઉદયમાં આવા યોગ્ય છે એમ જાણી તથા ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાંસુધી અમારી દશા વિષે તમ વગેરેને જે કંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને છે.” આમ અહં–મમની ભસ્મભૂમિકા પર જેણે આત્માર્થનો-આત્મસિદ્ધિનો પરમ ભવ્ય પ્રાસાદ નિર્માણ કર્યો છે, એવા પરમ પરમાથ–પરમ આત્માથી શ્રીમદ્દને બદલે જો કોઈ બીજે માનાર્થી હેત તે? તે તે એમજ કહેત કે જેમ બને તેમ અમને પ્રગટ કરજે, અમારી જેટલી બને તેટલી ખૂબ ખૂબ જાહેરાત કરજે, અમારા નગારાં વગાડજો, પણ શ્રીમદ્ તે જૂદી જ માટીના ઘડાયેલા હતા. તે તે ખરેખર ! સાથા અંતરાત્માથી પ્રસિદ્ધિથી દૂર-સુદૂર જ ભાગવા માગતા હતા,એમાં જ એ પરમ મહતુ પુરુષની પરમ મહત્તા પ્રગટ અનુભવાય છે, એમાં જ જે આ પ્રગટ થવા નથી માગતા એવા આ “અપ્રગટ સત’ (અં. ૩૦૬)ની પરમ સત્તા પ્રગટ ઝળહળતી દેખાય છે. ગમે તે થાય પણ આ પરમાર્થમૌન કમને ઉદય હોય ત્યાંસુધી આ પરમ નિસ્પૃહ-પરમ નિરહં પુરુષ પરમાર્થ માર્ગ પ્રકાશ કરવા નથી માગતા એ એમનો દઢ સંકલ્પ છે–એ એમની દઢ પ્રતિજ્ઞા છે.
આ પરમાર્થન’ કર્મ સંબંધી વિશેષ ખુલાસો કરતાં શ્રીમદ સૌભાગ્યને પત્રમાં (અ, ૩૦૪) લખે છે –“હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે અર્થાત્ મન મળતું નથી, પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલમાં ઉદયમાં પણ