SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાર્થમાર્ગ પ્રકાશની ગૌણતા અને સ્વરૂપગુખ શ્રીમદુની ગુપ્તતા જટ મનાવા-પૂજાવાની સર્વથા નિષ્ણુહિતા, નિષ્કામિતા, નિર્દભતા, નિર્માનિતા પ્રકાશે છે. વર્તમાનમાં તે આના એક અનંતાંશ જેટલી પણ શક્તિ ન હોય છતાં તેને અનંતગણી દેખાડવાનો પ્રયાસ કરનારા, માનપૂજાની પાછળ ભમરાની જેમ ભમનારા કેઈ ને ક્વચિત્ પિતાની સ્વલ્પ–વસ્તૃત્વ-લેખકત્વાદિ શક્તિની કેટલી બધી જાહેરાત કરી-કેટલા બધા નગારાં વગાડે છે તે શું આપણે પ્રત્યક્ષ નથી જોતા? એને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે શ્રીમદ્દ ખરેખર ! મેરુ સમા મહાનું જણાય છે. અને શ્રીમદ્ તેવા મહાન પુરુષ છે એટલે જ એ મહાન પુરુષની મહાન પ્રણાલિકાને જ અનુસરવા માગે છે. પોતે ત્યાગ કર્યા વિના બીજા પાસે કરાવવો કે બાધવો તે પ્રગટ માર્ગના વિરોધરૂપ છે. એટલે જ આર્ષદ શ્રીમદ્ કહે છે–મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાર છે, શું શું કરીને માર્ગ પ્રકા છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે, અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. આમ છે એટલા માટે હાલ તત્કાળ જ્યાં લગી પ્રારબ્ધોદયથી ઉપાધિગ છે અને ત્યાગ બને એમ નથી ત્યાંલગી શ્રીમદ્ ગુપ્ત જ રહેવા માગે છે, પરમાર્થ પ્રકાશવા માગતા નથી. એટલે જ આટલી સ્પષ્ટતા કરી શ્રીમદ્દ અત્ર પત્રમાં (અ. ૧૭૦) સૌભાગ્યને આગળ લખે છે – આટલા માટે હમણું તો કેવળ ગુપ્ત થઈ જવું જ એગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા કયારેક કયારેક પ્રવર્તન છે. અથવા ઘણું પરિ ચયમાં આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે. ૪ ૪ સૂત્રને અડય નથી. વ્યવહાર સાચવવા ડાંએક પુસ્તકનાં પાનાં ફેરવું છું. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂકયું છે.”– શ્રીમદ્દના આ ઘણું જ માર્મિક શબ્દો સૂચવે છે કે ઉચ્ચ ઉચ્ચ અનુભવભૂમિકામાં વિલસી રહેલા શ્રીમદ્દ શાશ્વભૂમિકા કરતાં ક્યાંય આગળ વધી ગયા છે– શ્રીમદ્દ “શાસ્ત્રાતિક્રાંતગોચર–શાસ્ત્રથી પર જેનો વિષય છે એવા આત્મસામર્થ્યોગની દશામાં ઝૂલી રહ્યા છે ને ઝીલી રહ્યા છે. એટલે શાસ્ત્રાદિ પરોક્ષ સાધન પણ હવેની આત્મપ્રત્યક્ષ અનુભવદશામાં પ્રાયે ઉપયોગી રહ્યા નથી, કારણકે શાસ્ત્રાદિનું પ્રયજન જે અર્થે છે, તે વસ્તુની સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ થઈ ચૂકી છે, એટલે તેનું પ્રજન હવેની દશામાં પ્રાયે રહ્યું નથી. ( શ્રીમદ્ આમ ભલે હારમાં ગેપવીને-ગુપ્ત થઈને રહ્યા, પણ અંતરમાં શું સ્થિતિ છે? અંતમાં તે સ્વરૂપગુપ્તતા જ છે–સ્વરૂપસુરક્ષિતતા જ છે, એ માર્મિકપણે ગૂઢપણે દર્શાવતાં સ્વરૂપગુપ્ત શ્રીમદ્દ લખે છે –“ તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને એગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકમ ભેગવે છે.”– શ્રીમદની દશા જોવા જેવી છે! તન્મય આત્મગમાં પ્રવેશ છે–જેમ છે તેમ આત્મામય આત્માગમાં પ્રવેશ છે, આત્મા અ-૧૭
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy