________________
૪૩
અપૂર્વ અવસર એ કયારે આવશે? એહ પરમપદ પ્રાપ્તિનું કયું સ્થાન મેં, ગજા વગર ને હાલ મનેરથરૂ૫ ; તેપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યા,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ –અપૂર્વ- ૨૧ તેહ પરમપદ પ્રાપ્તિનું મેં ધ્યાન કર્યું છે. પણ હાલ–તત્ક્ષણ તે તે ગજા વગર ને મનેરથરૂ૫ છે. (અર્થાત્ તેવા પ્રકારનું અમારું આત્મસામર્થ્ય ઘણું વિકસ્યું છે પણ હજુ પૂર્ણ વિકસ્યું નથી, એટલે તે પદ અમને ક્યારે પ્રાપ્ત થશે? એને અમે અજ. પાજાપ જપીએ છીએ.) તથાપિ આ રાજચંદ્રને પિતાના મનમાં નિશ્ચય રહ્યો છે કે અમે પ્રભુની આજ્ઞાએ તે પ્રભુસ્વરૂપ જ–તે પરમપદસ્વરૂપ જ અવશ્ય થઈશું.
કારણ કે અમારે તે પરમપદ પ્રાપ્તિ માટે પરમ આત્મપુરુષાર્થ અખંડિતપણે ચાલુ છે, એટલે અમે તથારૂપ આત્મસામર્થ્ય પૂર્ણ વિકસિત કરી તે પરમપદને અવશ્ય પામશું જ એમ અમારે આત્મા સાક્ષી પૂરે છે.
અને તે મને રથપૂતિ આ જન્મમાં પૂર્ણપ્રાય થઈ પણ ખરી, કારણ કે આ કાવ્ય સં. ૧૯૫૧માં લખાયું ત્યાર પછી સં. ૧૫૭માં દેહોત્સર્ગ પર્યત શ્રીમદના તે પરમપદપ્રાપ્તિ માટેના પુરુષાર્થની અખંડ ધારા કેવી ચાલુ હતી ને આત્મપુરુષાર્થસિદ્ધિ કેવી અદ્ભુત હતી તે તેમના ગ્રંથના અને અધ્યાત્મચારિત્રમય ચરિત્રના અવલોકન પરથી સ્વયં પ્રતીત થાય છે.
બાહ્યાવ્યંતર નિગ્રંથ માગે વિચરવાના અપૂર્વ અવસરની ગવેષણ કરતા ને પરમપદપ્રાપ્તિને આ પરમ ભવ્ય મનોરથ સેવતા શ્રીમદ્દના દિવ્ય આત્માને કે ધન્ય મનેરથ! કે અનન્ય આત્મનિશ્ચય કે અપૂર્વ આત્મપુરુષાર્થ !
પ્રકરણ અડસઠમું શ્રીમદનું અપૂર્વ આત્મધ્યાન
જ વીરા! (એવું જે) પરમ સત્યે તેનું અમે ધ્યાન કરીએ છીએ ૪૪ કોઈ પણ પ્રકારે ઉપગ ફરી અન્યભાવમાં પિતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે.–શ્રીમદ્ રાજચંદ્ર.
આ પરમપદપ્રાપ્તિનું દિવ્ય ધ્યાન કર્યાને ભવ્ય મનોરથ શ્રીમદે આ “અપૂર્વ અવસર”ના દિવ્ય કાવ્યમાં (ઘણું કરી) સં. ૧૯૫૧ના કા. માસમાં સંગીત કર્યો. તે વખતે તે તેમણે તે “ગજા વગર અને હાલ મનેરથરૂપ એમ કહ્યું, પણ તે પછી તે તે માટેનો શ્રીમદૂને અપૂર્વ આત્મપુરુષાર્થ જીવનના અંત પર્યત ઉત્તરોત્તર બળવત્તર બનતે જાતે જ હતું, એમનું અપૂર્વ આત્મધ્યાન ઉત્તરોત્તર ઊર્ધ્વગામી બનતું