SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધસ્વભાવ જે–અપૂર્વ.૦૧૩ એમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ ચારિત્રમોહને પરાજય કરી જ્યાં અપૂર્વકરણ ભાવ છે ત્યાં હું આવું–અર્થાત જ્યાં આત્મસામર્થ્યને અપૂર્વ ઉલ્લાસ વતે છે એવા અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાને પહોંચું અને અહીં અતિશય શુદ્ધ સ્વભાવનું અનન્ય ચિંતન કરતે અર્થાત્ શુક્લ ધ્યાન–શુદ્ધ આત્માનું એકાગ્ર ધ્યાન ધ્યાવતે હું શપકોણી પર આરૂઢતા કરૂં, અર્થાત્ કર્મપ્રકૃતિઓના જ્યાં નિર્મૂળ નાશ-ક્ષપણુ-ક્ષય કરાય છે એવી ક્ષપકશ્રેણીએ ચઢી ૮–૯–૧૦-૧૨ ગુણસ્થાને આરે હું એ અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? (ધ–ોગદષ્ટિ સમુચ્ચયમાં કહેલું સામર્થ્યોગ (ધર્મસંન્યાસયોગ) અહીં અપૂર્વ કરણમાં શરૂ થાય છે. તે પૂર્વે આદર્શ નિગ્રન્થપણા વડે ચારિત્રમેહના પરાજયની દશા તે શાસગની સાધના છે અને તે પૂર્વે દર્શનમેહના પરાજયની દશા અને તે પછીની નિર્ચન્ય ચારિત્રમાર્ગે પ્રવર્તવાની તીવ્ર ઈચ્છાયુક્ત પ્રવૃત્તિને ઈચ્છાગમાં અન્તર્ભાવ થાય છે.) અને એમ ક્ષપકશ્રેણી પર આરોહણ કરતાં છેવટેમાહ સ્વયંભરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમાહગુણ સ્થાન છે, અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ. ૧૪ મેહસ્વયંભૂરમણ સમુદ્ર તરી જઈ જ્યાં ક્ષીણમેહ નામનું ગુણસ્થાન છે ત્યાં હ આવું. અને તેના અન્ય સમયે-છેલ્લા સમયે પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ નિજ–પોતાને કેવળજ્ઞાન નિધાન પ્રગટાવું—એ અપૂર્વ અવસર અમને કયારે આવશે? [ોંધ –મોહ છે એ સ્વયં આત્માએ પિતે ઉત્પન્ન કરેલો છે, એટલે એને મેહ સ્વયંભૂ કહેલ છે; અને તે મેહમાં આત્મા રમણ કરી રહ્યો છે, એટલે તેને મેહ સ્વયંભૂરમણ કહેલ છે. જૈન પરિભાષામાં સ્વયંભૂરમણ નામનો એક સમુદ્ર છે—જેનો વિસ્તાર અતિ અતિ મહાન હોઈ તે અતિ અતિ દુસ્તર છે. તેમ આ મેહરૂપી સ્વયંભૂરમણ સમુદ્ર પણ સુદુસ્તર છે. તે પણ અપૂર્વ આત્મપરાક્રમ સામર્થ્યગથી અત્તમુહુર્તમાં (વધારેમાં વધારે ૪૮ મિનિટમાં, તરી જઈ એમ અર્થ છે.) આમ કેવળજ્ઞાન પ્રકટે એટલે તેરમું સોગી કેવલી નામનું ગુણસ્થાનક પ્રાપ્ત થાય તેની દશાનું હવે સંક્ષેપ ઉત્કીર્તન કરે છે – ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવના બીજતણે આત્યંતિક નાશ જે, સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે–અપૂર્વ ૧૫ ઘનઘાતિ એવા ચાર કર્મ જ્યાં વ્યવચ્છેદ થયાં છે–સર્વથા નાશ પામ્યા છે, અને તેથી કરીને ભવના બીજને–મૂળ કારણને જ્યાં આત્યન્તિક સર્વથા નાશ થયે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy