________________
૪૨૮
અધ્યાત્મ રાજચંદ્ર અંતરંગ નિગ્રંથશ્રેણીના પ્રકરણમાં જણાવ્યું હતું તેમ બાહ્ય વ્યવહાર-વ્યવસાય મળે પણ શ્રીમદૂની અંતરંગ નિગ્રંથશ્રેણી વર્તતી હતી, આ નિર્ચથશ્રેણી ઉત્તરોતર વધતી જતી હતી, અને ૧૯૪૭માં શુદ્ધ સમકિતની પ્રાપ્તિ પછી તે ઘણી ઘણી બળવાન બનતી જતી હતી અને ૧૯૪૮ ના માગશર માસથી-જ્યારથી શ્રીમદ્દ અપૂર્વ આત્મસંયમમય ક્ષાયિક ચારિત્રની ગવેષણ કરી રહ્યા હતા, ત્યારથી તે તે સમયે સમયે અનંતગુણવિશિષ્ટ બળવાન બનતી જતી હતી. પણ એટલાથી જ શ્રીમદ્દ સંતુષ્ટ ન હતા. શ્રીમદને તે બાહ્યથી પણ નિર્ગથ થવું જ હતું, અને તેના પરિપક્વ કાળની તેઓ પ્રતીક્ષા સમયે સમયે કરી રહ્યા હતા–નિરંતર તેને જાપ જપતા હતા. તેની સાક્ષી તેમના આ વચને જ પૂરે છે. પરમાર્થસખા સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૫૬૦, ૧૯૫૧ પિષ) શ્રીમદ્ પિતાને અંતવિચાર દર્શાવે છે–
“જ્ઞાની પુરુષોને આત્મપ્રતિબંધ પણે સંસારસેવા હોય નહી, પણ પ્રારબ્ધ પ્રતિબંધ પણે હોય એમ છતાં પણ તેથી નિવત્તાવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તે ઉદય પણ જેટલે બને તેટલે સમપરિણામે વેદ્યો છે; જે કે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તો સારું એમ સૂક્યાં કર્યું છે, તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણું જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તો પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તે સારૂં, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશ જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપારવ્યવહારથી મુમુક્ષુછવને દેખાતી નથી.”
તેમજ-પિતાના હૃદયરૂપ આ જ પરમાર્થ સહુને બીજા પત્રમાં (સં. ૧૬૯) ફટિક જેવા સ્વચ્છ હૃદયે પૂર્ણ નિખાલસ ભાવે શ્રીમદ્ તે જ આત્મભાવ દર્શાવે છે –
“હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આત્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એ નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા આ ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તે અશ્રેય થશે, એવો ભય જીવન ઉપગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે.”
અર્થાત્ શ્રીમદ આ વ્યવહારઉપાધિથી સર્વથા છૂટવાની અધિક અધિક તમન્ના ધરી રહ્યા છે અને છૂટવામાં જે કંઈ પણ વિલંબ-ઢીલ થાય છે તે પિતાનું જ શિથિલપણું–ઢીલાપણું માને છે, વળી જનક વિદેહી આદિની જેમ પિતે ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવી વિદેહી દશા સાક્ષાત્ અનુભવતા હતા, છતાં તે જનકાદિના દષ્ટાંતનું