________________
પ્રકરણ પાંસઠમુ
વીતરાગના સાચા અનુયાયી શ્રીમની અપૂર્વ વીતરાગતા
‘કારણ કે જે અમારૂ અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ; સાચા છીએ.’—શ્રીમદ્ રાજચંદ્ર
આ ચિત્તની ચૈતન્યમય દશાને લઈને જ શ્રીમદ્દને શુદ્ધાત્માનુભૂતિ વ`તી હતી અને તેનું ફળ વીતરાગતા હતું, એટલે વીતરાગતાને અનુસરનારા શ્રીમદ્ ખરેખરા અમાં વીતરાગના ખરેખરા સાચા અનુયાયી હતા. આવા વીતરગના સાચા અનુયાયી વીતરાગ શ્રીમની અપૂર્વ વીતરાગતા તેમના અનુભવસિદ્ધ વચનેાના આધારે જ આ પ્રકરણમાં વિવરી ખતાવશું'. હ
શ્રીમના ચિત્તની ચૈતન્યમય દશા વત્તતી હતી તેના અથ એમ થયા કે શ્રીમદ્ નિરંતર શુદ્ધાત્માનુભૂતિ શુદ્ધ આત્માના અનુભવ કરી રહ્યા હતા, શુદ્ધોપયેાગમાં સ્થિતિ ધરી રહ્યા હતા, વીતરાગપણું આચરી રહ્યા હતા—વીતરાગના વીતરાગ માને અનુસરી રહ્યા હતા, અને આમ સમજ્યા તે શમાઈ રહ્યા' એ પેાતાના જીવનસૂત્રને ચિર તા કરી રહ્યા હતા. કારણ કે પરમા સુહૃદ્ ‘સુભાગ્ય’ પરના અમૃત પત્રમાં (અ ૬૫૧) શ્રીમદ્દે લખ્યું છે તેમ-જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યુ તેનું નામ સમજવું છે. તેથી ઉપચાગ અન્ય વિકલ્પરહિત થયા તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો. અન્ય પદાર્થોંના સંચેાગમાં જે અધ્યાસ હતા, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું.’-એવી એ જીવતી જાગતી વલ'ત સમયસાર દશા-શુદ્ધઆત્મદશા શ્રીમદ્દે જીવનમાં અનુભવસિદ્ધ કરી દેખાડી હતી. ‘શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતામે કેલિ કરે, શુદ્ધતામે થિર હ્ય અમૃતધારા વરસે’— શુદ્ધતાને વિચારતા, શુદ્ધતાને ધ્યાવત, શુદ્ધતામાં ‘કેલિ’–રમણતા કરતા, શુદ્ધતામાં સ્થિતિ કરતા શ્રીમદ્દને શુદ્ધાત્માનુભૂતિના ચેતનરસની અમૃતધારા વરસતી હતી, શુદ્ધ આત્માના શુદ્ધ ચૈતન્યરસનાં અમૃતસિંધુમાં નિરંતર નિમજજનતા વતી હતી. આવા સાક્ષાત્ પ્રયાગસિદ્ધ સમયસારસ્વરૂપ શ્રીમદ્ તે અનુભવજ્ઞાનના ફલરૂપ વીતરાગપણું અનુભવી રહ્યા હતા અને આમ વીતરાગના સાચા અનુયાયી બની વીતરાગમાગ ને અનુ
સરી રહ્યા હતા
આવા શુદ્ધતામાં રમણતા કરનારા વીતરાગ શ્રીમને વ્યવહારપ્રવૃત્તિમાં લેશ પણ રસ, રુચિ કે રાગ રહ્યો જ ન હતા. ઉયાધીનપણે આ પ્રવૃત્તિ કર્યા વિના છૂટકો ન હતે એટલે તે કરતા હતા અને આ કયાંથી આવી પડી એમ તે વેઠની પેઠે કરતા