________________
૪૧૦
અધ્યાત્મ રાજય
હતી ને તેમના ઉપયાગ જો આપેાઆપ જ આત્મામાં વર્તેતા હતા તે આ બાહ્ય પ્રવૃત્તિ તેએ શી રીતે કરી શકતા હશે? કે કરી શકયા હશે? તેના ખુલાસા અંબાલાલભાઇ પરના ટૂંકા માર્મિક પત્રમાં (અ. ૨૯૧) શ્રીમદે પોતે જ કરી દીધેા છે—પૂર્ણ કામ ચિત્તને નમેાનમઃ '—પેાતાના ચિત્તની પૂર્ણ કામ દશા માર્મિકપણે સૂચવતું આ મથાળુ મૂકી શ્રીમદ્ લખે છે.આત્મા બ્રહ્મસમાધિમાં છે. મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતાષરૂપ એવાં તમારાં બંનેનાં પત્રના ઉત્તર શાથી લખવા તે તમે કહેા.' જેમ કોઈ મનુષ્યનું મન એક સ્થળે રોકાયેલું હાય તાપણ તે બીજી પ્રવૃત્તિ શૂન્યમનસ્કપણે (absent-mindedly) યંત્રવત્ (mechanically) કરતા આપણે વારંવાર દેખીએ જ છીએ, તેમ શ્રીમદ્દની આ બાહ્ય પ્રવૃત્તિ શૂન્યમનસ્કપણે ‘એક્ખીજાના આભાસે' થયા કરતી હતી, પણ એમને આત્મા તે બ્રહ્મસમાધિમાંઆત્મસમાધિમાં હતા અને મન વનમાં હતું. આત્મમગ્ન શ્રીમના ચૈતન્યમય ચિત્તની કેવી અદ્ભુત અસંગ દશા !
આમ શ્રીમના આત્મલીન ચિત્તને જ્યાં મન-વચન-કાયાના સંગ જ નથી, તે મન-વચન-કાયાને આધીન બાહ્ય વિષયમાં તે અસંગ ઉદાસીન ચિત્તને સંગ કચાંથી થાય ? એટલે અસગપણે થતી એ બાહ્ય પ્રવૃત્તિમાં અવ્યવસ્થા (Disorder) કેમ ન થઈ જાય ? અર્થાત્ આત્મામાં સુવ્યવસ્થિત શ્રીમદ્નું મન અન્યત્ર-બાહ્ય વિષયમાં અવ્યવસ્થિત બની ગયું છે. આ અંગે શ્રીમદ્ પેાતે જ દર્શાવે છે—ઉપાધિના ચેાગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત્ અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. તે ક્ષમા ચાગ્ય છે, ખચીત ક્ષમા ચાગ્ય છે. (અ.૪૭૮). ચિત્તની વ્યવસ્થા યથાયેાગ્ય નહીં હાવાથી ઉદયપ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસગપણું રાખવું યોગ્ય લાગે છે; તે એટલે સુધી કે જેમને એળખાણપ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તે સારૂ, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણુ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા ચેાગ્ય એવું હાલ મારૂ ચિત્ત નથી. નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હાય એમ જણાતું નથી; અને જે વ્યાપારવ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે. (અ'. ૫૫૮). ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વતે છે, એટલે કાયને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. ઘણા ઘણા જ્ઞાનીપુરુષા થઈ ગયા છે, તેમાં અમારી જેવે ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિત્તિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણુ કરીને પ્રમાણમાં થાડા થયા છે. (અ’. ૩૩૪) અને એક આત્મપરિણતિ સિવાય અન્યત્ર ચિત્તના આ અવ્યવસ્થિતપણા અંગે આ પત્રમાં (અ.૧૮૩, ૧૯૫૧ હૈ. વ. ૧૧) આર સ્પષ્ટતાથી લખતાં શ્રીમદ્ પેાતાની ઊંડી અંતર્વેદના દાખવે છે—
એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણુ લેાકવ્યવહારથી પ્રતિકૂળ હાવાથી લેાકવ્યવહાર લજવા ગમતા નથી, અને તજવા બનતા નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા