________________
૪૦૪
અધ્યાત્મ રાજચંદ્ર પડે, તો તેમાં વ્યવસ્થા પણ કેમ રહી શકે ? અવ્યવસ્થા કેમ ન થાય? આ ચિત્તની અવ્યવસ્થા કેવી છે?—ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગોમાં તેમ થાય તો પણ હાનિ માની નથી, તથાપિ આપને કંઈ કંઈ જ્ઞાનવાર્તા દર્શાવાય તે વિશેષ આનંદ રહે છે, અને તે પ્રસંગમાં ચિત્તને કંઈક વ્યવસ્થિત કરવાની ઈચ્છા રાખ્યા કરાય છે, છતાં તે સ્થિતિમાં પણ હમણું પ્રવેશ નથી કરી શકાતે,’–પરમાર્થસુદ સૌભાગ્યને કંઈ જ્ઞાનવાર્તા દર્શાવવાથી તે પિતાને આનંદ રહે છે, તે પણ બની શકતી નથી, તે સૂચવે છે કે શ્રીમદૂની ચિત્તદશા બાહ્ય કાર્યોમાં કેટલી બધી અવ્યવસ્થિત થઈ ગઈ હશે ને આત્યંતિક ચૈતન્યમય સ્થિતિમાં કેટલી બધી સુવ્યવસ્થિત થઈ ગઈ હશે! શ્રીમદની એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે.”—ચિત્ત અંકુશમાં–નિયંત્રણમાં–હાથમાં રાખ્યું ન રહે એવી દશા બની રહી છે. અર્થાત્ આ ચૈતન્યમય ચિત્ત આપોઆપ સ્વરસથી ચૈતન્યમાં વહ્યા કરે છે ને રહ્યા કરે છે, એટલે તે બીજા કાર્યમાં રયું રોકી શકાતું નથી–અંકુશમાં હાથમાં રહેતું નથી. આમ ચૈતન્યમાં નિરંતર સ્વરસથી આપોઆપ વધવાથી–રહેવાથી ચિત્તની આવી અવ્યવસ્થિત નિરંકુશ દશા તો પરમ ધન્ય–પરમ પ્રશસ્ત છે; અને એમ રહેવું એ તે પરમાત્માની પરમ કૃપા જ છે. એટલે જ અત્ર કહે છે અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિને પરમ અનુગ્રહ કારણ છે.” આવી પરમ પ્રશસ્ત ધન્ય નિરંકુશતાને તે પૂર્ણતા આપવા ઈચ્છી શ્રીમદ્દ જ્યાં સર્વ કામ-ઈચ્છા “પૂર્ણ થાય છે પૂર્ણ વિરામ પામે છે એવા પૂર્ણકામ થવા માગે છે, એટલે જ આગળ લખે છે –“એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથોચિત્ત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે, અત્યારે તે બધુંય ગમે છે, અને બધુંય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતાં પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર
સ્પષ્ટ ભાસે છે, અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે. પણ સ્પષ્ટ છે એ અનુભવ છે.” આમ આપોઆપ સ્વરમથી શુદ્ધ ચૈતન્યરસમાં પ્રવાહના પિત્તની પરમ ધન્ય ચતન્યમય દશાની અદ્દભુત ખુમારીમાં શ્રીમદ્દ લખે છે – જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લઈ થઈ છે” અર્થાત જેના ચિત્તની ચિતન્યમય દશા થઈ છે એવા શ્રીમદ્દ શુદ્ધચૈતન્યમૂર્તિ પરમાત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં અતિશય લીન થયા છે. આવો જ ભાવ બીજા પત્રમાં (સં. ૨૨૯) શ્રીમદ્ દર્શાવે છે–“અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. ૪ ૪ ચિત્ત બાહ્ય વિષયમાં હાલ જતું નથી. લી. ઈશ્વરાર્પણ.”
આમ જેના ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે એવા શ્રીમદ્દ પોતાના મનની આ આત્માકારતા એટલે શું એ અંગે સ્પષ્ટતા કરતાં પત્રમાં (અં. ૪૧૨) લખે છે – અને આત્માકારતા વસે છે. આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હવાપણું તે આત્માકારતા કહીએ છીએ.” તેમ જ પત્રાંક ૩૫૩ માં સોભાગ્યને લખે છે