________________
૪૦૨
અધ્યાત્મ રાજચંદ્ર એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાંસુધી તે ચિંતના મટવી સંભવતી નથી.” (અં. ૪૫૩, ૧૯૪૯ પ્ર. અસાડ વદ ૩).
સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એ અપ્રતિબંધ અસંગભાવ ચિત્ત બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલે પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઈચ્છાને પ્રતિબંધ નથી. ૪૪ જ્ઞાન કરીને આત્મામાં ઉત્પન્ન થયેલ એ નિશ્ચય બદલતો નથી, કે સર્વ સંગ મોટા આસવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં, સમયમાત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે; અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે; તેથી અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, અને તે દિવસે દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ ગે ઈચ્છા રહે છે.” (અં. ૫૪૭, ૧૫૧ માગ. વદ ૮).
“જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હેય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હેય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે, જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એ સંભવ રહે તેવો ઉદય પણ જેટલે બન્યા તેટલે સમપરિણામે વેદ્ય છે; જે કે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તો સારું એમ સૂક્યા કર્યું છે, તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણું જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તે પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થાય તે સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપારવ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.” (અં. ૫૬૦, ૧૫૧ પોષ)
આમ સર્વસંગપરિત્યાગને નિરંતર ગષતા શ્રીમદની ભાવઅસંગતા કેવી અલૌ. કિક હતી તેનું આપણે દર્શન કર્યું. ખરેખર ! સંસારપ્રસંગમાં પણ સર્વથા નિલેપ રહેવાનું આવું મહા પરાક્રમ તો પરમ ઉદાસીન શ્રીમદ જેવો કેઈક વિરલે અપવાદરૂપ (Exceptional) અસાધારણ (Extra-ordinary) મહાજ્ઞાની જ કરી શકે ! આવી બેધારી તલવાર પર ચાલવાનું મહાસાહસ તે પરમ અસંગ શ્રીમદ્દ જે કઈક ખરેખર અનાસક્ત મહાસમર્થ ચગી જ કરી શકે !