________________
અલોકિક અસંગતા
૩૯૭
જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે, અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા અહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તા એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમદુ:ખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુ:ખદાયક નહીં લાગતા હાય, પણ અમને સંગ દુ:ખદાયક લાગે છે. એમ અતવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહુની છે, લખી જતી નથી. રહ્યું જ નથી; અને આપના વિયાગ રહ્યા કરે છે. ×× ‘સત્-સત્ એનું રટણ છે, અને સત્તુ સાધન 'તમે' તે ત્યાં છે. અધિક શુ' કહીએ? ×× પ્રારબ્ધક બળવત્તર છે.’
આમ અસંગ ચૈતન્યરૂપ સત્-સતનું રટણ કરતાં શ્રીમદ્—મકી અસંગતા ઈચ્છતાં છતાં—તે અસંગ સત્નું પાષણ કરનારા સૌભાગ્ય જેવા સત્સંગને ઝ ંખતા હતા. આ અસંગતાને જ ઝંખતા અને સત્સંગને ક`ખતા શ્રીમદ્ આ અસંગતાની અને સત્સ`ગતાની મુક્તક ંઠે સ્તુતિ કરતાં આ અમૃત પત્રમાં (અ. ૬૦૯) પેાતાના પરમ અમૃતાનુભવ પ્રકાશે છે—સ` તીથ કરાદિ જ્ઞાનીઓએ અસગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સ` આત્મસાધન રહ્યાં છે. X x સવ ભાવથી અસગપણું થવું તે સ`થી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનેા આધાર કહ્યો છે, કે જે સત્સ`ગના યાગે સહજસ્વરૂપભૂત એવું અસગપણું જીવને ઉત્પન્ન થાય છે. ×× આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિપત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત ભક્તિએ નમસ્કાર કરૂ છુ.' આવી સહુજસમાધિ પર્યંત પરમ અસંગદશાને પામેલા શ્રીમની અસંગતા કેવી અદ્ભુત હશે !
આમ સંગના સંગતિરૂપ ત્રીજા અર્થમાં અસંગતાના વિચાર કરી હવે સંગના પ્રંથ-પરિગ્રહ એ ત્રીજા અર્થાંમાં શ્રીમની અસ ંગતા પ્રત્યે દષ્ટિપાત કરીએ. આગળ જતાં શ્રીમદ્ ખાહ્ય સંગથી પણ નિવ્રુત્ત થયા છે, છતાં હમણાં બાહ્ય-દ્રવ્ય સંગ મધ્યે પણ શ્રીમદ્ કેવા ભાવઅસંગ છે તે આપણે આ ચાલુ પ્રકરામાં જોઈ જ રહ્યા છીએ; રાગ-દ્વેષ-મેાહ–વિષય-કષાયાદિ આભ્યંતર પરિમહરૂપ સંગ એમના કેવા ક્ષીણ થત ચાલ્યા છે-કેવા ક્ષીણપ્રાય થયે છે તે પ્રત્યક્ષ કરી જ રહ્યા છીએ; ૨૧ વર્ષની વચે ૧૯૪૫ થી પ્રારંભાયેલી એમની અંતરંગ નિત્ર થશ્રેણી ૧૯૪૭માં ૨૪ મા વર્ષથી અત્યંત વેગીલી બની ઉત્તરાત્તર કેવી વધતી ચાલી છે એ સાક્ષાત્ દેખી જ રહ્યા છીએ. આ મા—દ્રશ્ય સંગમાં, પણ ભાવથી અસંગ શ્રીમને ભાવપ્રતિબંધ-ઇચ્છાપ્રતિબધ તા છે જ નહિં, એટલે ‘સ્વરૂપસ્થિત ઇચ્છારહિત’ શ્રીમદ્ જેવા જ્ઞાનીને આ ખાહ્ય સંગ પણ ભાવથી પરિગ્રહભાવને પામતા જ નથી. અર્થાત્ ભાવથી આ સંસારસેવા નથી, માત્ર પ્રારબ્ધપ્રતિબંધથી છે. સૌભાગ્ય પરના પત્રમાં (અ'. ૫૬૦) શ્રીમદે લખ્યું છે તેમ——‘જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હાય નહિં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે