________________
શ્રીમદૂની અદ્દભુત ઉદાસીનતા પરના પત્રમાં (અં. ૪૦૮, ૧૯૪૮ ભાદ. વ. ૮) પિતાનું આત્મસંવેદન દાખવે છે–હાલ તે તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કેઈને સુખ, દુઃખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે કપ્રસંગની વિચિત્ર બ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું, અને કર્તા તરીકે ભાયમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે.”—અર્થાત્ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય બીજી ઈચ્છા જેને ઉપજતી નથી એવા શ્રીમદ્ “હાનાદાનરહિત પરિણામી ઉદાસીનતા વીક્ષણ રે' એમ ઉદાસીન સાક્ષીભાવેદષ્ટાભાવે જ વર્યા છે–વર્તી રહ્યા છે, તથાપિ બીજાઓને સુખ–દુઃખાદિના કારણરૂપે પોતે ભાસે છે, એવી તે કપ્રસંગની વિચિત્ર બ્રાંતિજોઈ શ્રીમદ્ ને ખેદ થાય છે. આ રાજચંદ્રની અંતરસ્થિતિ–આત્મસ્થિતિ તો સાક્ષીરૂપ ઉદાસીનભાવની છે, એને કંઈ લેવા-દેવારૂપ અંતરૂપરિણામ નથી, એને અંતમાં લેશ પણ રાગ-દ્વેષ નથી, છતાં આ રાજચંદ્ર અમને લાભ કરી દીધે–અમને અલાભ કર્યો એમ કેઈને લાભનું કારણ—કેઈને અલાભનું કારણ ભાસે છે, એટલે કેઈને સુખનું કારણ—કેઈને દુઃખનું કારણ ભાસે છે, એટલે કેઈને રાગનું કારણ -કેઈને દ્વેષનું કારણ ભાસે છે. શ્રીમદના અંતરમાં તે તે કઈ ભાવ છે નહિં–ઉદાસીનભાવ જ છે, છતાં લોકપ્રસંગમાં સંસર્ગમાં આવતા લાગતાવળગતાઓ આમ માની બેસે છે; એમ છે નહિં છતાં “ભાસે છે એ જ લોકપ્રસંગની વિચિત્ર ભ્રાંતિ છે, તે દેખી શ્રીમદ્દને ખેદ થાય છે. આવા આ વિચિત્ર (strange) સંસારને વિષે શ્રીમદ્ સાક્ષીભાવે રહ્યા છે અને સાક્ષી કાંઈ દેવી-દેષકર્તા નથી હોતું–છતાં કે તેને કર્તા તરિકે માની બેસે છે. આવા આ વિચિત્ર સંસારમાં “તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું – દષ્ટારૂપ ઉદાસીનભાવે રહેવું અને કર્તા તરીકે લોકોને ભાસતા રહેવું,-એવી વિકટ વિષમ પરિસ્થિતિમાં અવિષમ ભાવે સમપણે વર્તવું તે બેધારી તલવાર પર ચાલવા જેવું અતિ વિકટ છે. “એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ તે સાક્ષી પુરુષ બ્રાંતિગત લોકોને ન ભાસે છે તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તે અત્યંત અત્યંત વિકટ પણાના પ્રસંગને ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીને છે. (“ધર્મ' શબ્દ આચરણને બદલે છે.) એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે થશે.” અર્થાત્ અમે તે સાક્ષીભાવે–ઉદાસીનભાવે જ વર્તીએ છીએ તેમ છતાં લેકેને અન્યથા ભાસતું હોય તે ભલે ભાસે અને તેમ માની બેસે, પણ તેમાં પણ ઉદાસીનતા જ અમે રાખવા માગીએ છીએ અને જ્ઞાનીના સનાતન ધર્મને જ અનુસરવા માગીએ છીએ, અને એક તણખલાના બે ભાગ કરવા જેટલા કર્તૃત્વ-અહંપણુંને જ્યાં અભાવ છે એ પરમ ઉદાસીન સર્વથા અકતૃત્વભાવ જ ભજવા માગીએ છીએ. શ્રીમદૂની કેવી અદ્ભુત, કેવી અલૌકિક, કેવી અપૂર્વ, કેવી અનુપમ ઉદાસીનતા ! અ–૫૦