________________
અધ્યાત્મ રાજચંદ્ર
આમ ચારે અમાં આ અદ્ભુત ઉદાસીનતા શ્રીમદ્નના આત્મચારિત્રમય અધ્યાત્મચરિત્રમાં પ્રગટ દૃશ્યમાન થાય છે. શ્રીમની આત્માનુભવસિદ્ધ અમૃતવાણી વદે છે તેમ–(જીએ પ્રકરણના મથાળે મૂકેલ સુભાષિત) જ્યાં ઉદાસીનતાના વાસ છે ત્યાં સવ દુઃખને નાશ છે, ત્યાં સર્વ કાળનુ જ્ઞાન છે, ત્યાં દેહ છતાં નિર્વાણુ—જીવનમુક્તિ છે, છેવટના ભવની એ દશા છે, અને ત્યાં ‘રામ’-આત્મામાં રમણુ કરનારા આત્મારામ પેાતાના ધામમાં આવીને વસ્યા છે.—આવી પરમ ધન્ય ઉદાસીનતા શ્રીમદે પેાતાના જીવનમાં અનુભવસિદ્ધ કરી દેખાડી એ સ્વયંસિદ્ધ હકીકત છે.
૩૯૪
પ્રકરણ ત્રેસઠમુ અલૌકિક અસંગતા
‘સતી કરાદિ જ્ઞાનીએએ અસગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેનાં અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે'. શ્રીમદ્ રાજચંદ્ર,
શ્રીમની આ અદ્ભુત ઉદાસીનતાનું સહજ સ્વભાવભૂત પરિણામ અસંગતા હતું. ઉદાસીનતા જે શ્રીમના અધ્યાત્મ જીવનનું મૂળસૂત્ર છે, તેા અસંગતા તેનું ઉત્તર ભાષ્ય છે. જ્યાં અન્ય ભાવને સ્પર્શ નથી એવી સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ છે ત્યાં કાઇપણ સંગના સભવ કયાંથી હાય ? અસંગતા જ હોય. પૂવ પ્રકરણેામાં વિવરી દેખાડયું તેમ—અદ્ભુત ઉદાસીનતાથી વત્તતાં ઉપાધિ મળ્યે સમાધિ ધરી રહેલા, પ્રારબ્ધાયાધીનપણે વ્યવહારાપાધિમાં પ્રવત્તતાં વિદેહી દશાએ વિચરી રહેલા, પુરાણુ પુરુષ પરમાત્માની પરમ પ્રેમમય પરાભક્તિની પરાકાષ્ઠા પામતાં પુરાણપુરુષ સત્થી અભેદ સાક્ષાત્ સત્પુરુષપણું આચરી રહેલા, કેવલ એક યુદ્ધ આત્માના અનુભવરૂપ કેવલશુદ્ધાત્મદશા અનુભવતાં જીવન્મુક્ત દશાના અનુભવ કરી રહેલા, આત્મસાક્ષાત્કારરૂપ શુદ્ધ આત્મદર્શીન કરતાં નિવિક્લ્પ સમાધિમાં વિહરી રહેલા પરમ જ્ઞાની શ્રીમના વીતરાગ આત્માને અસંગતા એ આત્મજીવનના પ્રાણ હતી. ખાદ્ય સંગ મધ્યે પણુ ભાવઅસંગ રહી નિરંતર સત્સંગને ઝ ંખતા ને સર્વાંસ ગત્યાગને ક'ખતા શ્રીમદ્નની અલૌકિક અસંગતાનું આ પ્રકરણમાં દન કરશું.
અસંગતા એટલે શું ? સંગના અભાવ તે અસંગતા. સંગ શબ્દના આ ચાર અથ થાય છેઃ (૧) સ્પર્શ, સંપર્ક' (Touch, contact) (૨) સંગતિ, સેાખત, સમાગમ, સંસગ (Company, association ) (૩) ગ્રંથ-પરિગ્રહ (Possessions). તેના બે પ્રકાર (સ્ત્ર) દ્રવ્ય—માહ્ય ધન ધાન્ય-દ્વિપદ્મ-ચતુષ્પદ્માદિ, (૨) ભાવ—આભ્યંતર—રાગ, દ્વેષ, માહ,