________________
પ્રારબ્ધયજનિત વ્યવહાર પાધિ
૩૭૫ તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વતે છે એમ જાણીએ છીએ.” તે જ અરસામાં અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૩૭૬) પણ તેવા જ ભાવનું વચન લખ્યું છે– જ્ઞાનીને દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વ કર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાથે હોય છે.”
આ પૂર્વ કર્મ બે પ્રકારનાં છે, એક ભોગવ્યે નિવૃત્ત થાય એવા અને બીજા જ્ઞાનથી, વિચારથી નિવૃત્ત થાય એવા. આ કર્મવિજ્ઞાન અંગે તલસ્પર્શી મીમાંસા કરતાં શ્રીમદ્ સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૪૯૪, ૧૫૦ ચિત્ર સુદ) લખે છે–પૂર્વકર્મ બે પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે, કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તે જ પ્રકારે તે ભેગાવી શકાય. બીજે પ્રકાર એ છે, કે, જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય જોગવવા ગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે, અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારનાં કર્મ કહ્યાં છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળજ્ઞાનીની ઈચ્છાથી નથી, પણ પ્રારબ્ધથી છે, એટલું સંપૂર્ણ જ્ઞાનબળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળજ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં, એવી સ્થિતિ છે; જે કે તેવા પ્રકારથી છૂટવા વિષે કઈ જ્ઞાની પુરુષ ઇચ્છા કરે નહીં, તથાપિ અત્રે કહેવાનું એમ છે કે, જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા
ગ્ય છે; તેમ જ અંતરાયાદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે, તે જ્ઞાની પુરુષને પણ ભેગવવા ચોગ્ય છે, અથાત જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારનાં કર્મ એવાં છે, કે તે અફળ હોય નહીં, માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. ૪ ૪ ૪ વેદનીયાદિ કર્મ હોય તે ભોગવવા વિષે અમને નિરિછા થતી નથી. જે નિરિચ્છા થતી હોય, તે ચિત્તમાં ખેદ થાય કે, જીવને દેહાભિમાન છે તેથી પાર્જિત કર્મ ભેગવતાં ખેદ થાય છે અને તેથી નિરિચ્છા થાય છે. આવી જ તત્વમીમાંસા શ્રીમદ્દ સૌભાગ્ય પરના બીજા પત્રમાં (અં. ૫૪૮, ૧૯૫૧ માગ. વદ ૯) કરે છે–“જ્ઞાની પુરુષને સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાચ્ચે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે શરૂ થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે, પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભેગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે, તે તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીને પ્રારબ્ધ જોગવવું પડે તેમાં આશ્ચર્યું કાંઈ નથી.xx x સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કેઈ અન્ય ગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુઃખ હેય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. ” ઈત્યાદિ.
આમ જ્ઞાનીને પણ પ્રારબ્ધ ભેગવ્યા વિના નિવૃત્ત થતા નથી, તે પ્રારબ્ધ એકાંતે નિવૃત્તિરૂપે જ હેય એ નિયમ નથી, ક્વચિત પ્રવૃત્તિરૂપે પણ હોય. આ વસ્તુનું