________________
અધ્યાત્મ રાજચંદ્ર
કરુણાથી જગત્ નું કલ્યાણકાર્ય કરી ચાલતા થાય છે. કારણ કે મહતુ પુરુષોને જન્મ જગતના કલ્યાણઅર્થે હોય છે, સત્ પુરુષની સમસ્ત વિભૂતિઓ પરોપકારાર્થ હોય છે,– परोपकाराय सतां विभूतयः ।
વિશ્વોપકારી પરમ પરોપકારી વિભૂતિઓમાં વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિરૂપ ભગવાન તીર્થકરો પરમોત્તમ ગણાય છે. તેમને માટે એમ કહેવાય છે કે પૂર્વ જન્મમાં તેમણે “સવિ જીવ કરૂં શાસનરસી એવી પરમોદાત્ત ભાવના કરી હતી. જેમકે –“આ હાંધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુઃખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને, હું આ (મને પ્રાપ્ત થયેલા) ધર્મરૂપ તેજપ્રકાશ વડે કરીને આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાગપણે પાર ઉતારૂં, હું આ સર્વ જીવોને સદ્ધર્મશાસનરસિક કરું.’ આવી વિશ્વકલ્યાણકારી પરમાદાત્ત ભાવનાના કુલપરિપાકરૂપે તે તીર્થકરો નિષ્કારણ કરુણાથી વિશ્વ પ્રત્યે પરમ પરોપકાર કરે છે. અને શ્રીમદ્ પણ આવા પરમ કૃપાળુ-પરમ પરોપકારી નિષ્કારણકરુણારસસાગર ભગવાન તીર્થકરોના સશાસનના–શુદ્ધ આત્મધર્મરૂપ વિશ્વધર્મના યથાર્થ પણે અનુસરનારાખરેખરા “અનુયાયી હોઈ,–તે પરમ આત્મકલ્યાણરૂપ શુદ્ધ સનાતન શાશ્વત મોક્ષમાર્ગના પરમાર્થ રંગથી અસ્થિમજજા રંગાયેલા હાઈ, તે શુદ્ધ સનાતન આત્મધર્મરૂપ–વિશ્વધર્મરૂપ વીતરાગ શાસનની પરમેન્નતિ અંગે કેવી અંતર્દાઝયુક્ત મહેચ્છા ધરાવતા હતા, તેની સાક્ષી તેમના આ ટકેલ્કીર્ણ વચનામૃતો જ પૂરે છે–
હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. ૪૪ ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરૂં છું.
શાસન દેવિ ! એવી સહાયતા કંઈ આપ જે વડે કલ્યાણને માર્ગ હું બીજાને બોધી શકું, ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના બે ભણી વાળી આ આત્મવિરાધક પંથેથી પાછા ખેંચવામાં સહાયતા આપ! તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી.
“કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, એમ નિષ્કારણ કરુણાશીલ એવા ત્રણભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણ કે સપુરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લેક આત્માવસ્થા પ્રત્યે હે, આત્મસ્વરૂપ પ્રત્યે હે, આત્મસમાધિ પ્રત્યે હે, અન્ય
* “ મોઢાષા સંસારે સુલત્તા ગત !
सत्त्वाः परिभ्रमन्त्युच्चेः सत्यस्मिन् धर्मतेजसि ॥ अहमेतानतः कृच्छाद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति बरबोधिसमन्वितः ॥ करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथव चेष्टत धीमान् वर्धमानमहोदयः ॥ तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति पर सत्वार्थसाधनम् ॥"
શ્રીહરિભદ્રાચાર્યજીકૃત શ્રીયોગબિન્દુ