________________
૩૫૮
અધ્યાત્મ રાજચંદ્ર આવા પુરુષના—સપુરુષસ્વરૂપ પિતાના ત્રિકાળ અસંગ અંતઃકરણનું અંતરદર્શન કરતા શ્રીમદ્ આશ્ચર્ય દાખવી તે પુરુષના અંતઃકરણને નમસ્કાર કરે છે–એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં પુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.—કાળના સૂફમમાં સૂક્ષ્મ અવિભાજ્ય ભાગરૂપ એક સમય એટલે કાળ પણ કેવળ–સર્વથા સંપૂર્ણપણે અસંગપણાથી રહેવું એ ત્રિલેકને–ત્રણે લેકને વશ કરવા કરતાં-છતી આધીન કરવા કરતાં પણ “વિકટ’–વસમું આકરું કઠિન દુર્ઘટ કાર્ય છે, તે પછી “ત્રિકાળ–ત્રણે કાળ અખંડપણે તેમ અસંગપણથી રહેવું તો કેવું–કેટલું બધું વિકટ હોય ? તેવા પરમ વિકટમાં પરમ વિકટ અસંગપણથી ત્રિકાળ–ત્રણે કાળ જે રહ્યા છે, એવાં “સપુરુષનાં
–સસ્વરૂપને પામેલા પુરુષના (અમારાં ને તેવી દશાને પામેલા) અંતઃકરણ જોઈ– અંતરનિરીક્ષણથી-અંતરદર્શનથી સાક્ષાત્ દેખી અમે “પરમાશ્ચર્ય પામી–પરમ વિસ્મય પામી–પરમ અદ્દભુતતા અનુભવી, તેવા સત્પરુષના અંતઃકરણને નમસ્કાર કરીએ છીએ
–નમન કરીએ છીએ. આમ કહી આ કાળે કવચિત કહેવાય છે તેમ કદાચ મોક્ષ ન હોય તો ભલે તેમ છે, તે મેક્ષ આપવા કરતાં પુરુષના ચરણધ્યાનની અને ચરણસમીપ નિવાસની જ પરમાત્મા પ્રત્યે યાચના કરે છે–“હે પરમાત્મા! અમે તે એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મેક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મેક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એ યોગ આપ.” પુરુષનું આટલું બધું મહત્વ પિતે કેમ કરે છે અને કહે છે તે માટે આ પુરાણપુરુષને ઉદ્દેશીને શ્રીમદ્ કહે છે-“હે પુરુષપુરાણ ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી, તારા કરતાં અમને તે સત્પરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીને જ રહ્યો છે, અને અમે સત્પરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી; અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ.” આમ પુરાણપુરુષ કરતાં પણ સત્યરુષને વિશેષ–અધિક માનવાથી કદાચ પુરાણપુરુષને ખોટું લાગી જશે એમ લાગે તો તે નહિં લગાડવા માર્મિકપણે વિનવે છે–“હે નાથ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ પુરુષને વિશેષ સ્તવીએ છીએ. જગત આખું તને સ્તવે છે. તો પછી અમે એક તારા સામા, બેઠા રહીશું તેમાં તેમને કયાં સ્તવનની આકાંક્ષા છે; અને તને ક્યાં ન્યૂનપણું પણ છે?” અત્રે શ્રીમદે પુરુષના સામાન્ય સૂચન સાથે વિશેષપણે પિતાનું આડકતરૂં ગર્ભિત સૂચન પણ કરી દીધું છે, કારણ કે પુરાણપુરુષ અને સતપુરુષને અભેદ છે અને પુરાણપુરુષની પ્રાપ્તિ પુરુષ થકી પોતાને થઈ છે એટલે જાતે પણ તે સત્પરુષની પેઠે પુરાણુપુરુષથી અભેદ એવા સવરૂપને પ્રાપ્ત સત્યરુષ