________________
પુરાણપુરુષ અને સતથી અભેદ સતપુરુષ શ્રીમદ્
૩પ૭ અલૌકિક આત્મદશાનો દિવ્ય ગુંજારવ સંભળાય છે. ચાલે, આપણે પણ તે કંઈક સાંભળવા પ્રયત્ન કરીએ!
આ અમૃતપત્રમાં (અં. ૨૧૩) પ્રારંભમાં ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ, મૃગજળ પાછળ દોડતા, રોગ-શેકાદિથી દુઃખી અશરણ જગને એક રાત્ પુરુષ જ શરણ છે એમ કહી તેનું અમે ધ્યાન કરીએ છીએ એમ શ્રીમદ્ પરમભાવપૂર્ણ પણે કહે છે–“સમયે સમયે અતુલ ખેદ, જવરાદિક રોગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણુતાવાળા આ જગને એક પુરુષ જ શરણ છે; પુરુષની વાણી વિના કેઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સપુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” પછી સર્વ શાતાના–સર્વ સુખના ધામ સપુરુષનું સ્મરણ કરે છે–એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સન્દુરુષ જ કારણ છે.”—શાતાના નાનામાં નાના એક અંશથી માંડી સર્વ કામના
જ્યાં પરિપૂર્ણ થાય છે,–સર્વ કામના પૂર્ણ વિરામ પામી પૂર્ણ થાય છે એવી પૂર્ણ નિષ્કામતા થાય છે, એવી સર્વ સમાધિનું કારણ સત્પરુષ જ છે. “આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.–સર્વ શાતા-સુખના કારણરૂપ આટલી બધી સમર્થતા-સમર્થપણું–સર્વશક્તિમાનપણું છતાં જેને કંઈ પણ “પૃહા’–આ અમને પ્રાપ્ત હે એવી આકાંક્ષા નથી; ઉન્મરતા-મદેન્મત્તપણું નથી, આટલી બધી સત્તાન-શક્તિનો મદ ચઢવારૂપ ઉન્મત્તપણે નથી; આ હું અને આ મારૂં છે એવું પિતાપણું નથી–મમકાર નથી; આટલી બધી શક્તિ હોય તે ગર્વ ચડયા વિના રહે નહિં, છતાં લેશ પણ-રોમમાં પણ ગર્વ-અભિમાન નથી, અહંકાર નથી; ઋદ્ધિ-રસ-શાતામાં ગુંચી જવારૂપ ગારવ નથી; એવા આશ્ચર્યની પ્રતિમારૂપ–મૂર્તિમાન આશ્ચર્યરૂપ (Wonder incarnate) સપુરુષને અમે ફરી ફરી નામરૂપે'—નામ લઈને રૂ૫-આકાર સ્મરીને, સ્મરણ કરીએ છીએ. અટપટી દશાથી જેનું ઓળખાણ થવું દુર્લભ છે એવા સત્પરુષનું સ્તવન કરે છે–“ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે; એવા સત્પષને અમે ફરી ફરી તવીએ છીએ.”
–પરાભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત હેવાથી ત્રિલોકના નાથ-ત્રિલોકસ્વામી પરબ્રહ્મ પરમાત્મા વશ–આધીન થયા છે એવા છતાં, “કેઈ–ન કહી શકાય એવી અવાચ્ય અટપટી દશાથી વતે છે; એક બાજુથી હારમાં મહાઉપાધિ છે, બીજી બાજુથી અંતમાં પરિપૂર્ણ સમાધિ છે; એક બાજુથી હારમાં વૈશ્ય વેષ છે, બીજી બાજુથી અંતરમાં પરમ નિગ્રંથદશા છે;–એવી “અટપટી”—કેયડા જેવી ઉકેલવી મુશ્કેલ–સાચી રીતે સમજવી દુષ્કર એવી દશાથી વર્તે છે, કે જેનું ખરેખર સાચા મુમુક્ષુ સિવાય સામાન્ય પ્રાકૃત મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે એવા પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ,’–વારંવાર સ્તવન કરીએ છીએ.