SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પરાભક્તિની પરાકાષ્ઠા ૩૫૧ ભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે–આ પત્રના મથાળે આખા પત્રનું રહસ્યભૂત આ માર્મિક વાક્ય લખ્યું છે. પરબ્રહ્મ પરમાત્મા કેવલ–સર્વથા નિર્વિકાર-સર્વ વિકારથી રહિત છે, છતાં તે પ્રેમમય-અભેદ એકરસભાવરૂપ પ્રેમમય પરાભક્તિને-પરમેત્તમ ઉત્કૃષ્ટ ભક્તિને “વશ” –આધીન છે, તું તે તું ને હું તે હું એમ ભેદભાવ—જૂદાઈ જ્યાં લગી હેય ત્યાંલગી પરમપ્રેમ કહેવાય નહિં, પણ તું તે હું ને હું તે તું એમ અભેદભાવ-અજૂદાઈ એકરસભાવ જ્યારે હાય ત્યારે જ પરમપ્રેમભાવ કહેવાય; “સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો, રસ હોય તિહાં દેય રીઝેજી.” જ્ઞાનીઓએ એ પરમપ્રેમમય અભેદભક્તિને અનુભવરસ ચાખે છે, એટલે પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે એમ જે કહ્યું “એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત-રહસ્યભૂત શિક્ષા-બંધ છે. પત્રના મથાળે પિતાની અનુભવસિદ્ધ દશા દાખવનારું આ પૂર્ણભાવપૂર્ણ વાક્ય મૂઠી પરમપ્રેમમૂત્તિ શ્રીમદ્ સૌભાગ્યને પરમપ્રેમથી લખે છે–અત્ર પરમાનંદ છે. અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેને કેઈપણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતું નથી, એવું જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્ય છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. અમે તો તમારી ચરણરજ છીએ; અને ત્રણે કાળ એ જ પ્રેમની નિરંજનદેવ પ્રત્યે યાચના છે.” આમ પત્ર પ્રારંભ કરી શ્રીમદ્દ ૧૯૪૭ના માહ વદ ૩ના દિને લખેલા આ અમૃતપત્રમાં પોતાને પ્રાપ્ત અનુપમ પરાભક્તિનો હર્ષોલ્લાસ વ્યકત કરે છે– “ આજના પ્રભાતથી નિરંજનદેવની કઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે, આજે ઘણું દિવસ થયાં ઈચ્છલી પરાભક્તિ કઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. –આજના પ્રભાતથી “નિરંજન'–કર્મઅંજનથી કર્મ કલંકથી રહિત એવા શુદ્ધ ‘નિરંજન દેવની–પરમાત્માની કેઈ –ન કહી શકાય એવી અવાચ્ય અનિર્દેશ્ય “અદ્ભુત –પરમ આશ્ચર્યકારી અનુગ્રહતા–પરમ પ્રસાદતા પ્રકાશી છે. તે અનુગ્રહતા કઈ? આજે “ઘણું દિવસ થયા ઈઝેલી–ઘણ દિવસથી જેને અજપાજાપ કરી રહ્યા છીએ–રટણ કરી રહ્યા છીએ તે “પરાભકિત પરમભક્તિની પરમત્કૃષ્ટ દશા કેઈ”—અનિર્વાચ ઉપમા ન આપી શકાય એવા “અનુપમ” રૂપમાં ઉદય પામી છે–પરમ કળાને પામી છે. આમ પિતાનો પરમ હર્ષોલ્લાસ વ્યક્ત કરી શ્રીમદ્દ અત્ર ભાગવતની એક સુપ્રસિદ્ધ કથાનો ઉલ્લેખ કરે છે–“ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, એ મહીની મટકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે.?—આને પરમ અદભુત પરમાર્થ ઘટાવતાં શ્રીમદ્દ લખે છે –“તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગેપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કેઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કઈ માધવ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy