________________
૩૫૦
અધ્યાત્મ રાજચંદ્ર
કેવળ શુદ્ધ પરમાથ અર્થાંમાં જ પ્રયાગ કરે છે,— પરમતત્ત્વને આળખાવતા આ સના નામભેદમાંX અભેદ નથી. શ્રીમદ્દે પત્રાંક ૨૦૯માં આ વાતની સાવ નિસ્તુષ સ્પષ્ટતા કરી છે :
મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સત્'ને જ પ્રકાશ્યું છે, તેનું જ જ્ઞાન કરવા ચેાગ્ય છે. તે જ પ્રતીત કરવા ચાગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યાગ્ય છે. તે ‘પરમસત્’ની જ અમે અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ. તે પરમસત્'ને પરમજ્ઞાન’ કહા, ગમે તે પરમપ્રેમ’ હેા, અને ગમે તે સચિત્આનદસ્વરૂપ’ કહો, ગમે તે આત્મા’ કહે, ગમે તે ‘સર્વાત્મા’ કહા, ગમે તે એક કહો, ગમે તા અનેક હા, ગમે તેા એકરૂપ હા, ગમે તેા સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા ચેાગ્ય છે, કહેવાય છે. સ એ જ છે, અન્ય નહીં, એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત્ આદિ અનંત નામેાએ કહેવાયું છે. અમે જ્યારે પરમતત્ત્વ કહેવા ઇચ્છી તેવા કોઇ પણ શબ્દોમાં એલીએ તેા તે એ જ છે, બીજુ નહી.’
અત્રે રામ કહેા રહેમાન કહેા કાઉ'—એ આનંદઘનજીનું પદ સ્મૃતિમાં આવે છે. આવા ગમે તે નામે ઓળખાતા આ પરમસત્ની-પરમાત્મતત્ત્વની પરમપ્રેમમય -એકરસમય પદ્મતત્ત્વભક્તિમાં શ્રીમદ્ લીન થઈ ગયા છે. પરમાત્માની સાથે આત્મા જ્યારે એકરૂપ થઇ જાય છે–એકરસ થઇ જાય છે. તે જ પરમ પ્રેમ છે અને તે જ પરાભક્તિ છે. આ પરાભક્તિની પરાકાષ્ઠા-છેવટની કેટિ-હદ શ્રીમને પ્રાપ્ત થઇ ચૂકી હતી. શ્રીમદ્ ૧૯૪૭ના ફા. વ. ૧૪ના દિને સૌભાગ્ય પર લખેલા પત્રમાં (અ’૨૨૩ લખે છે. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઇ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમાહાત્મ્યા ગાપાંગનાએ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્યે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માના સાક્ષાત્ કાર થયા છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સવ ચરિત્રમાં ઐકયભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માના એકચ ભાવ હાય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કાઈ અંતર માને છે, તેને માની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તે પરમાત્મા જ છે.' ઇત્યાદિ.
આ પરાભક્તિની પરાકાષ્ઠાના અનુભવ દાખવતા શ્રીમદ્,-પરમ પ્રેમમય ભક્તિ વણુ વનાર ભાગવતના કથાકારોની પ્રાયે કલ્પનામાં પણ કદાચ નિહું હાય એવી ભાગવતના એક પ્રસગની પરમ અદ્ભુત પરમા ઘટના કરતા પત્રમાં (અ.૨૦૧) પેાતાના પરમાથ સખા સૌભાગ્યને લખે છે કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પણ.