SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ અધ્યાત્મ રાજચંદ્ર પ્રગટાવવા એ અસીમ આત્મપુરુષાર્થ ફુરાવવા શ્રીમદ્ કટિબદ્ધ થયા અને એટલે જ પૂર્વે અનુભૂત તે કેવલ શુદ્ધ આત્માના અનુભવનું અનુસંધાન કરતાં જે મૂળ શુદ્ધ તે આત્મપદનું અતિશય સ્મરણ થયું, તેમાં જ એકતાન થઈ શ્રીમદ્દ તેમાં જ એકાકાર વૃત્તિ પામી ગયા. અને આ એક શુદ્ધ આત્માના અનુભવનરૂપ આ કેવલ જ્ઞાનમાર્ગે અખંડ પ્રયાણ કરતાં અમે અવશ્ય કેવલજ્ઞાન પામશું એવા દઢ આત્મનિશ્ચયથી–પૂર્ણ આત્મવિશ્વાસથી શ્રીમદના દિવ્ય આત્મામાં દિવ્ય સંગીતને આ દિવ્ય ધ્વનિ ઊઠકેવળજ્ઞાન હવે પામશું, પામશું પામશું, પામશું રે.” પ્રકરણ બાવનમું કેવલજ્ઞાનને અપૂર્વ આત્મપુરુષાર્થ પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે.–શ્રીમદ્ રાજચંદ્ર આમ કેવલ શુદ્ધ આત્માના અનુભવમાં નિમગ્ન થયેલા શ્રીમદ્દ હવે “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવવાના અનુપમ આત્મપુરુષાર્થમાં પરિપૂર્ણ સંગતિશયથી પ્રવૃત્ત થયા. રાત્રી અને દિવસ જ્યાં અન્યભાવને લેશ પણ પ્રવેશ નથી એવા “અદ્વૈત એક પરમાર્થ વિષયનું જ-કેવલ શુદ્ધ આત્માનું જ મનન જેને વર્તતું હતું એવા શ્રીમદની આ આત્મધારા–આત્મઅનુભવધારા કેવી અખંડ હશે! પરમાર્થનિમગ્ન શ્રીમદૂના દિવ્ય આત્માને પરમાનંદઅનુભવ કે અદ્ભુત હશે ! આવા પરમાર્થનિમગ્નઆત્મમગ્ન શ્રીમન્ને આત્માના આ પરમાનંદમાંથી ક્ષણ પણ બહાર નિકળવું ગમતું નથી, પણ નિરંતર તેમાં જ નિમગ્ન રહેવાનું ગમે છે. એ જ વસ્તુ શ્રીમદે પરમાર્થ સખા સૌભાગ્યભાઈ પરના આ પૂર્વેના-૧૯૪૬ બીજા ભા. વદ ૦)) ના પત્રમાં (અ. ૧૪૪) નિવેદન કરી છે-“આપનું પતું મળ્યું. પરમાનંદ થયે.” એટલું કહી શ્રીમદ્ આત્મદશા વર્ણવે છે–ચિતન્યને નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે',—અખંડ એકધારાથી ચૈતન્યને નિરંતર અનુભવ થયા કરે એ જ પ્રિય છે. “તરમગુમરાડનંતતરિહં– અમે સતત અનંત ચિતન્યચિહ્ન–ચત લક્ષણ આત્મા અનુભવીએ છીએ એ અમૃતચંદ્રાચાર્યજીના અમૃતકળશમાં સ્વાનુભવથી ગાયેલી ધન્ય અનુભવદશા શ્રીમદને પ્રગટી છે. શ્રીમદને એ સિવાય બીજી કઈ સ્પૃહા કે ઈચ્છા નથી–બીજી કંઈ પૃહા રહેતી નથી, રહેતી હોય તો પણ રાખવા ઈચ્છા નથી.” ત્યારે શું ઈચ્છા છે? શું જોઈએ છે?— એક તુંહિ તેહિ એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે,”—અખંડ એક શાંત પ્રવાહરૂપે વહ્યા કરતી “પ્રશાંતવાહિતા'રૂપ આત્માનુભવપ્રવાહધારા જઈએ છીએ. આ અનુભવકથા લખી કે કથી શકાય એમ નથી, માત્ર એક આત્માનુભવગમ્ય છે એટલે જ લખે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy