SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વાં સિદ્ધ અને શ્રીમદ્ના ઉપશમશ્રેણીના પૂર્વ અનુભવ ૩ર૧ પ્રત્યક્ષ દર્શનને સંભવ નથી; ક્ષપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સભવને અભાવે અગિયારમેથી જીવ પાછા વળે છે. ઉપશમશ્રેણી એ પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતા નથી. પાછળના ઠેઠ ગયા પછી માના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. કેાઇ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કઈ ખાધ નથી. તીથંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યુ' છે.'——અત્રે ‘ આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે' એ અમર શબ્દો તે ડિંડિમ નાદથી ઉદ્ઘાષે છે કે શ્રીમદે પાતે આ ઉપશમશ્રેણીના પૂર્વ અનુભવ કર્યા હતા અને ત્યાંથી કિંચિત્ પ્રમાદવશે પડયા હતા, અને તી કરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે'...એમ તીર્થંકરના હૃદયના ગુપ્ત ભેદને જાણનારા જે પુરુષે આ અમૃત શબ્દ મેધડકપણે પેાતાના હૃદયજ્ઞ સુને અંગત રીતે લખ્યા છે તે પુરુષ કેવા અતીદ્રિય જ્ઞાની હશે તે સુજ્ઞ વાંચક સ્વયં અંતરાત્માથી વિચારી લ્યે ! તેમજ ઉચ્ચ દશાને પામી કેમ ચડવાનું ન થયું ? તે અંગે ભૂતભવના કોઈ અનુભવસિદ્ધ પ્રસંગનું સ્મરણ કરતાં શ્રીમદ્-જાણે તેમના અંતરાત્મા પોતાની સાથે વાર્તાલાપ કરતા નિખાલસપણે ખુલ્લા એકરાર કરતા હાય એમ—પેાતાની અંગત હાથનોંધ ૧ પૃ. ૪૭ માં સ્પષ્ટ લખે છે-તે દશા શાથી અવરાઇ? અને તે દશા વમાન કેમ થઇ ? લાકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી,' ઇ. આવા કિંચિત પ્રમાદકારણયાગે ‘તે’પેાતાના આત્માને અનુભવમાં આવેલી ઉચ્ચ દશા આગળ ન વધતાં આવરણ પામી હતી; અને અત્રે તે ઉપશમભાવની પ્રાપ્તિને લઈ ઉપશમશ્રેણી થઈ ત્યાંથી પડવાનું થયું હતું, એમ તે પૂર્વે ઉપશમશ્રેણી માંડી હતી અને ત્યાંથી પડચા હતા—‘સાંભળો મુનિ સયમરાગી ઉપશમશ્રેણી ચડિયા ૐ, સાતાવેદનીય અંધ કરિને શ્રેણી થકી લડથડિયા રે,’—તેનું શ્રીમને તાદૃશ્ય સ્મરણ થયું, અને સર્વાસિદ્ધને ચેાગ્ય તે ઉપશમશ્રેણીમાં પૂર્વ અનુભૂત શુદ્ધાત્માનુભૂતિદશાનું પણ તાદૃશ્ય સ્મરણુ થયું; અને એટલે જ અત્ર પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ' છે તેમ ‘મૂળ પદનું અતિશય સ્મરણુ’ થયું, એકતાન થઈ ગયુ” ને શબ્દ ન વર્ણન કરી શકાય એવી ‘એકાકાર વૃત્તિ' થઈ ગઇ. આમ જડવાદીએને કલ્પનામાં પણ ન આવે ને આત્મવાદીઓને જવલ્લેજ અનુભવમાં આવે, એવે જીવંત ઇતિહાસમાં નહિં નોંધાયેલા અભૂતપૂર્વ પરમ અદ્ભુત અમૃતાનુભવ વમાનમાં વમાન યુગના સ ંતશિરામણિ પરમ અતીંદ્રિય જ્ઞાની શ્રીમદ્ના દિવ્ય આત્માના અધ્યાત્મજીવનમાં બની ગયા!!! * ન અને પેાતાના આત્માના જીવનમાં બનેલા આ અનુભવસિદ્ધ ભૂતકાળના અનુભૂત પ્રસંગ પરથી, હવે ફ્રીને ન પડવું પડે તે માટે ઉપશમભાવ નહિં કરતાં તે તે પ્રકૃતિને ક્ષય કરવા ભણી જ આત્મવીય ફારવવું–એવા દૃઢ નિશ્ચય શ્રીમના દિવ્ય આત્મામાં પ્રકાશ્યો, એટલે તે તે દર્શનમહાદિ પ્રકૃતિને મૂલેામૂલ કરીજડમૂળથી ઉખેડી નાંખી અત્યતાભાવ કરી પરમ શુદ્ધ ભાવે જ સમ્યગ્દર્શનાદિ અ-૪૧
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy