________________
૨૯૦
અધ્યાત્મ રાજદ્ર નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરો, અને પછી “સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચને લખ્યાં છે, તે સર્વ મુમુક્ષને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક પ્રકારે વિચાથી પરમ પદને આપે એવાં છે; એમાં નિથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્દશનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે રહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારવિચારજે; સમજજે; સમજવા પ્રયત્ન કરજે; એને બાધ કરે એવા બીજા પ્રકારમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાને અમારે મંત્ર છે; એમાં “સત્ ” જ કહ્યું છે; એ સમજવા માટે ઘણું જ વખત ગાળ.
–સંકેતકીર્ણ અમૃત અક્ષરોમાં લખાયેલ શ્રીમને આ ગુપ્ત મંત્ર જીવનમાં ઉતારી રહેલા અંબાલાલભાઈ એ માત્ર છ-બાર માસ જેટલા સ્વલ્પ પ્રત્યક્ષ-પરોક્ષ સમાગમલાભમાં શ્રીમદ્દ જેવા પરમજ્ઞાની પુરુષને પિતાના પરમગુરુ તરિકે સ્વીકૃત કરી લીધા હતા અને પોતે અનન્ય શરણપન્ન થઈ તેમના દાસાનુદાસ દીન શિષ્ય બની ગયા હતા. આમ પત્ર વાટે તેમ જ સાક્ષાત્ સમાગમ વાટે પરમાર્થ પરિચય વધતો ગયો અને મહામુમુક્ષુ અંબાલાલભાઈ શ્રીમદના અનન્ય શિષ્ય-પટ્ટશિષ્ય મહાન ભક્ત બની ગયા.
અંબાલાલભાઈ વગેરેને શ્રીમદ્દના સાક્ષાત્ સમાગમની ઉત્કંઠા એટલી બધી વધી ગઇ, દર્શનપિપાસા એટલી બધી તીવ્ર બની ગઈ કે ૧૯૪૬ના જેઠ–અષાડમાં તેમણે શ્રીમદને ખંભાત પધારવા માટે વિનય-વિજ્ઞપ્તિરૂપે દશ-પંદર આગ્રહભર્યા પત્રો લખ્યા, અને તેમનાથી તેમ ન બની શકે તો પોતે વવાણીઆ તેમના દર્શનાર્થે આવવાની ઈચ્છા દર્શાવી. શ્રીમદે ૧૯૪૬ અશાડ સુદ પના પત્રમાં (સં. ૧૧૫) જણાવ્યું–
તમે મારા મેળાપને ઈચ્છો છે, પણ આ અનુચિત કાળ ઉદય આવ્યો છે, એટલે તમને મેળાપમાં હું શ્રેયસ્કર નીવડું એવી થોડી જ આશા છે.” આ પછી પણ પધારવા માટે ઉપરાઉપર આગ્રહભર્યા કેટલાક પત્રો શ્રીમદને લખ્યા, એટલે અનુકૂળતાએ ખંભાત આવવાનું જણાવી શ્રીમદ્ વવાણીઆથી પાછા વળતાં આશે વદમાં ખંભાત પધાર્યા, અંબાલાલભાઈને ઘેર ઉતર્યા, અને આ મુમુક્ષુમુખ્યને તથા અન્ય મુમુક્ષુઓને સાક્ષાત સમાગમને અપૂર્વ લાભ આપે. ભક્તશિરોમણિ અંબાલાલભાઈને તે પિતાને આંગણે શ્રીમદ્દ પધારતાં “વૂઠા હે પ્રભુ વૂઠા અમીરસ મેહ” જેવું થઈ ગયું ! અને એમના ભક્તિમાન હૃદયમાં–જાણું હે પ્રભુ જાણું જન્મ કચ્છ, જે હું હે પ્રભુ જે હું તમ સાથે મત્યેજી; સુરમણિ હે પ્રભુ સુરમણિ પામે હથ્થ, આંગણ હે પ્રભુ આંગણ સુરતરુ ફોજી,”—એવો ભાવ ફુરી રહ્યો! અત્રે જ ખંભાતમાં જ આ અંબાલાલભાઈના નિમિત્ત થકી જ લલુછ મુનિને શ્રીમદના પ્રથમ દર્શન-સમાગમને ધન્ય પ્રસંગે પ્રાપ્ત થયે,–જેનું સવિસ્તર વર્ણન હવે પછી લલ્લુછ મુનિ અંગેના અલગ પ્રકરણમાં કરશું. શ્રીમદના આ સમાગમલાભ પછી પણ અંબાલાલભાઈને સમાગમલાભના અનેક પ્રસંગ આગળ ઉપર બન્યા, અને વચ્ચે વચ્ચે પત્રસમાગમ તે જીવન પર્યંત ચાલુ જ રહ્યો. અંબાલાલભાઈ પર શ્રીમદૂના નાના મોટા એક