________________
૨૮૮
અધ્યાત્મ રાજય',
એમ અવશ્ય માને. અધિક શું કહું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનના કનારા આવવાના નથી. ખાકીનાં ચાર એ પાંચમુ મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયના, તેની પ્રાપ્તિ સિવાયના ખીએ કેઇ નિર્વાણુમા મને સૂઝતા નથી; અને બધાય મહાત્માઓને પણ એમ સૂઝયુ' હશે(સૂઝયું છે). હવે જેમ તમને ચેાગ્ય લાગે તેમ કરે. એ બધાની તમારી ઇચ્છા છે, તે પણ અધિક ઇચ્છે; ઉતાવળ ન કરે. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરે.’ (અ. ૧૪૩) ઇત્યાદિ.
આ મુમુક્ષુઓ પરના અનેક પત્રામાં ધમ દેનાર અને ધર્મ લેનાર બન્નેની યથાયેાગ્ય યાગ્યતા-પાત્રતા પર શ્રીમદ્ ખૂબ ભાર મૂકતા. આમ આંબાલાલભાઇ તેમના સહચેગી ત્રિભાવનભાઈ આદિ મુમુક્ષુઓને મુખ્યપણે ચેાગ્યતાવૃદ્ધિના ધર્મમેષ શ્રીમદ્ન તરફથી વારવાર મળતા રહેતા હતા; વાસ્તવિક મુમુક્ષુતા માટેનું મા દન વારવાર મળ્યા કરતું હતું.
વિશેષમાં વળી અંબાલાલભાઇ શાસ્ત્રના અભ્યાસી હતા એટલે વારવાર શાસ્ત્રીય પ્રશ્નો પણ ઉપસ્થિત કરતા અને શ્રીમદ્દ તેના અદ્ભુત અલૌકિક અપૂર્વ સમાધાન પ્રકાશતા. દા. ત. ભગવતીજીના-મુદ્દે નોન વડુાં અનારંગી, અનુમોમાં પવૃધ્ધ માયામી, પરંમી સદુમયામી,-એ પાઠ સંબંધી (અ' ૧૧૫), તથા દુઃપ્રત્યાખ્યાન પાઠ સંબંધી (અ. ૧૩૧), તેમ જ આઠ રુચક પ્રદેશ સબંધી (અ. ૧૩૯) અંબાલાલભાઈ એ પૂછેલ પ્રશ્નોના શ્રીમદ્ કરેલા અદ્ભુત ખુલાસા આના ઝળહળતા ઉદાહરણ છે. સ થી ઉત્તમ ઉદાહરણ તા-ચૌદપૂર્વ ધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગેાદમાં લાભે અને જઘન્યજ્ઞાનવાળા પણુ અધિકમાં અધિક પંદર ભવે મેાક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ? ’ (અ’. ૧૩૯). એ પ્રશ્નના શ્રીમદ્ નીચે પ્રમાણે જે પરમ અદ્દભુત ઉત્તર આપ્યા છે તે તેા સમસ્ત જૈન વાડ્મયમાં અપૂર્વ અલૌકિક છે—
એના ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દૃઉં છું કે એ જઘન્ય જ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. એ જઘન્યજ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન; અતિશય સંક્ષેપમાં છતાં માક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું; અને એક દેશે ઊણું' એવું ચૌદપૂર્વ ધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજી અર્ધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલા શાધૃત પદાર્થ જાણનાર ન થયું, અને એ ન થયું તેા પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષ્યાનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને મેથ્યુ છે તે વસ્તુ ન મળી તેા પછી ચૌદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં દેશે ઊણ” ચૌદ પૂર્વનું જ્ઞાન સમજવું, ‘દેશે ઊણું ” કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદ પૂને છેડે ભણી ભણી આવી પહેાંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડવા, પરંતુ એમ તા નહીં. એટલા બધા જ્ઞાનના અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરા નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, તેણે ચૌદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યુ. એક