________________
૧૮૪
અધ્યાત્મ રાજથ ૢ
અને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારૂં છ, સત્યપરાયણના માનુ સેવન કરીશુ તે જરૂર સુખી થઇશુ, પાર પામીશું, એમ હું ધારૂ છ’
આમ જેને શ્રીમદ્ જેવા પરમ સતતશરે મણિએ પાતાના આત્માના આ જીવનના રાહત્યિક વિશ્રામ' તરીકે બિરદાવી શ્રીમુખે આવી પરમ ભાવપૂર્ણ પ્રશસ્તિ કરી છે, તે આવા હતા શ્રીમના પ્રથમ સત્સંગી મહામુમુક્ષુ જૂઠાભાઇ ! જેના જ્ઞાન– ધ્યાન-ભક્તિ-વૈરાગ્ય–મુમુક્ષુત્વાદિ ગુણાંશને ઝીલી જેના ધમ પુત્ર” ચિ. ‘સત્યપરાયણ’ આવે! મહાન્ ગુણધામ અન્યા હતા, તે ધર્માંપિતા (શ્રીમદ્ન) પાતે કેવા અનુપમ ગુણનિધાન હશે ! જેના શિક્ષાંશ પામેલેા શિષ્ય આવા મહાન ધર્માત્મા પવિત્રાત્મા અન્યા હતા, તે પરમગુરુ પેાતે કેવા પરમ પુણ્યમૂર્તિ ધમૂર્ત્તિ હશે !
પ્રકરણ સુડતાલીશમ
શ્રીમદ્ અને મહામુમુક્ષુ અંબાલાલભાઈ
શ્રીમદ્દે શ્રીમુખે જેની મુક્તકૐ પ્રશંસા કરી છે, તે આ પુણ્યમ્લાક મહામુમુક્ષુ જૂઠાભાઈના ઉત્તમ નિમિત્ત થકી જ શ્રીમદ્ના સત્સંગ પામવાના અપૂર્વ અવસર તેવા જ એક મહામુમુક્ષુ અંબાલાલભાઈને પ્રાપ્ત થયા,—જે મહામુમુક્ષુએ જીવનના અંતપર્યંત શ્રીમદ્ની અનન્ય સેવાભક્તિ ઊઠાવી શ્રીમના પટ્ટશિષ્યપણાના અધિકાર પ્રાપ્ત કર્યાં. આ અખાલાલભાઈના નિમિત્ત થકી જ મુમુક્ષુઓને આંખા ફૂલ્યા-ફાલ્યા અને ફૂલભારથી લચી રહ્યો, કારણ કે ખાલાલભાઇના નિમિત્ત થકી જ લલ્લુજી આદિ મુનિએને અને બીજા મુમુક્ષુને શ્રીમા સમાગમલાભ પ્રાપ્ત થવાનેા ધન્ય પ્રસંગ બનવા પામ્યા; એટલે ખરી રીતે આ મુમુક્ષુ-આમ્રવૃક્ષની વૃદ્ધિના કારણે અંબાલાલભાઈ છે અને તેના પણ મૂલ કારણ જૂઠાભાઇ છે.
ખંભાતના વતની આ અબાલાલભાઈના પિતાનું નામ મગનલાલ હતું, અને તેમના નાનાનું-માતામહનું નામ લાલચંદભાઈ હતું. આ લાલચંદભાઈ સ્થિતિસ’પન્ન હતા અને તેમને પુત્રસંતતિ નહિં હાવાથી તેમણે અબાલાલને દત્તક લીધા હતા, એટલે અંબાલાલ એમની છત્રછાયા નીચે લાડપાડમાં ઉછર્યાં અને અંબાલાલ લાલચંદ એ નામે પ્રસિદ્ધ થયા. તેમના એક જ્ઞાતિમં માણેકચંદભાઈ હતા, તેમના પુત્રો છેોટાલાલ, સુંદરલાલ અને ત્રિભાવનભાઈ હતા, તે સમાન વયના હાઈ અંબાલાલના મિત્રો હતા. ખ'ભાતથી આ અ'ખાલાલભાઈ તથા છેોટાલાલ માણેકચંદ વગેરે સ. ૧૯૪૫ના પાષ માસમાં અમદાવાદમાં એક છગનલાલને ત્યાં લગ્નપ્રસ'ગે આવ્યા. આ છગનલાલ ખીજા વેપાર ઉપરાંત પુસ્તકે છપાવવાનું તથા વેચવાનું કામ કરતા, તેમની પાસે જાહાભાઇએ