SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર નિરંતર પ્રાર્થના છે. (અ. ૪૩). તમારે પ્રશસ્તભાવભૂષિત પત્ર મળે. ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધે. મારા પર પ્રશસ્તભાવ આણે એવું હું પાત્ર નથી, છતાં જે તમને એમ આત્મશાંતિ થતી હોય તે કરે. (અં. ૪૬). મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખે. વિશેષતા ન કરે. ધર્મધ્યાન અને વ્યવહાર બને સાચવો. લેભી ગુરુ, એ ગુરુ-શિષ્ય બનેને અધોગતિનું કારણ છે. હું એક સંસારી છું. મને અલ્પજ્ઞાન છે. શુદ્ધ ગુરુની તમને જરૂર છે. (સં. ૭૫) ઈત્યાદિ. પરમ ગુરુગુણસંપન્ન રાજુમૂર્તિ શ્રીમદ્ સરલ વિનમ્રભાવે આમ લખતા, છતાં મુમુક્ષના નેત્રે સાચા ગુરુને શીધ્ર ઓળખી લેનાર પરમાર્થથી સાચા જૂઠાભાઈને શ્રીમદ્દ પ્રત્યેને પરમ પ્રશસ્ત પ્રેમ–ગુણાનુરાગ એટલે બધો વૃદ્ધિ પામ્યું જતું હતું કે શ્રીમને વિરહ તેમનાથી ખમાતો ન હત–શ્રીમદને વિગ તે સહન કરી શકતા ન હતા અને શ્રીમદ્રના દર્શનસમાગમ માટે વારંવાર ઝરતા હતા. તેમ જ ૧૯૪૫થી જૂઠાભાઈની આરોગ્ય સ્થિતિ નબળી પડતી જતી હતી-શરીરપ્રકૃતિ કથળી હતી, તેને લઈને રખેને દેહ છૂટી જશે અને શ્રીમદ્દ જેવા પરમ સત્પુરુષ સદગુરુના અપૂર્વ નિમિત્તને વિશેષ લાભ મને નહિ મળી શકે –આવા અપૂર્વ જ્ઞાની ગુરુયોગે આ અમૂલ્ય માનવદેહમાં વિશેષ ધર્મારાધન નહિ થઈ શકે, એ પરમાર્થ પ્રત્યયી ચ મહાસમક્ષ શ્રી જેઠાભાઈને થયા કરતે અને તે શારીરિક સ્થિતિ અંગે ચ—ખેદ શ્રીમદ્દ પ્રત્યેના પ્રત્રોમાં વ્યકત કરતા શ્રીમદ્દ તેમને શાચ – ખેદ દૂર કરવા અને ધર્મધ્યાનમાં લીન રહેવા વારંવાર ઉપદેશતા ધર્મબોધ આપી પુરષાર્થની પ્રેરણા કરતા શોક રહિત રહે એ મારી પરમ ભલામણ છે. (અ. ૧) આપ ધીરજ ધરશે અને શેઅને ત્યાગશે, એમ વિનંતિ છે. મળવા પછી હું એમ ઈચ્છું છું કે આપને પ્રાપ્ત થયેલે નાના પ્રકારનો ખેદ જાઓ! અને તેમ થશે –આપ દિલગીર ન થાઓ. (સં. ૪૩) ચિ. ઠાભાઈની આરેગ્યતા સુધરવા પૂર્ણ ધીરજ આપશે. એક મોટી વિજ્ઞપ્તિ છે. કે પત્રમાં હમેશાં શાચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશે. (અં. ૪) મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. (અં. ૪૬) જગતમાં નિરામીત્વ વિનયતા અને સત્પરુષની આજ્ઞા એ નહિ મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો. પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ! (અં ૪૨)તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશે, ધર્મ ધ્યાન ધ્યાન કરવા ભલામણ છે. (અં. ૪૯) તમે દેહ માટે સંભાળ રાખશે. દેહ હાય તે ધર્મ થઈ શકે છે. માટે તેવા સાધનની સંભાળ રાખવા ભગવાનને પણ બંધ છે. (અં. પ૬) કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમાદ, કરુણુ અને ઉપેક્ષા ભાવના રાખશો. (અં. પ૭) તમારી દેહ સંબંધી સ્થિતિ શોચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઈચ્છાને હું રેકી શકતો નથી; પણ તેવી ભાવના ભાવતા તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરે. મારા પર તમારે રાગ રહે છે,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy